થાઈલૅન્ડની ચૂંટણીમાં રાજકુમારીની ઉમેદવારી અપાત્ર ઠરી

બૅન્કોક, તા. 12 ફેબ્રુ.
થાઈલેન્ડની ચૂંટણીની પેનલે થાઈલેન્ડની રાજકુમારીને વડા પ્રધાનની ચૂંટણીના ઉમેદવાર તરીકે અપાત્ર ગણાવી હતી. પેનલે રાજા વજીરાલોંગકોર્નના શબ્દોની યાદ અપાવતા કહ્યું કે, રાજાએ કહ્યું હતું કે, `રોયલ્ટી એ રાજકારણથી ઉપર છે'. 
ચૂંટણી આયોગે વડા પ્રધાનના ઉમેદવારોની નામની યાદી જાહેર કરી છે, જેમાં રાજાની મોટી બહેન- રાજકુમારી ઉબુલરત્ના રાજકન્યા શ્રીવંદના બારનાવાદી (67)ના નામનો સમાવેશ નથી. પેનલે નિવેદનમાં કહ્યું કે, રાજવંશ કુટુંબના દરેક સભ્યો માટે સમાન નિયમો છે, રાજામહારાજા રાજકારણની ઉપર છે અને રાજકારણ સમાન હોવું જોઈએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer