બ્રિટન, તા. 12 ફેબ્રુ.
બ્રેકઝિટ સોદા વિના યુરોપિયન યુનિયનમાંથી બ્રિટિશ બહાર થશે તો વૈશ્વિક ધોરણે છ લાખ જેટલી નોકરી જોખમમાં આવશે, જેમાં જર્મનીને સૌથી વધુ નુકસાન થશે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. પૂર્વ જર્મનીના હેલીસ્થિત આઈડબ્લ્યુએચ ઈન્સ્ટિટયૂટના રિસચર્સે કહ્યું કે, બ્રેક્સિટ પછી યુકે બાકીના યુરોપિયન રાષ્ટ્રોમાંથી કરતી આયાતમાં 25 ટકાનો ઘટાડો થશે. આથી યુરોપના સૌથી મોટાં અર્થતંત્ર જર્મનીમાં 1.03 લાખ જેટલી નોકરી અને ફ્રાન્સમાં 50,000 જેટલી નોકરીઓ જોખમમાં મૂકાશે. અર્થતંત્રમાં કૌશલ્ય ધરાવતા કામગારોની અછતથી કંપનીઓ પોતાનો સ્ટાફ જાળવી રાખશે, પરંતુ તેઓ તેમના કામકાજના કલાકમાં ઘટાડો થશે.