બિજિંગ, તા. 12 ફેબ્રુ.
ચીનમાં એપલના સ્માર્ટફોનનું શિપમેન્ટ ડિસેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં 20 ટકા ઘટયું છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ એપલની સ્થાનિક હરીફ કંપનીઓ જેવી કે હ્યુઆઈ ટેકનૉલૉજીસનો વધતો ટ્રેન્ડ છે.
સ્થાનિક બજાર સૂચિત ત્રિમાસિક ગાળામાં 9.7 ટકા સંકોચિત થયું હતું, પરંતુ એપલના વેચાણમાં બમણો ઘટાડો થયા હોવાનું રિસર્ચ કંપની આઈડીસીએ કહ્યું હતું. અર્થતંત્રમાં મંદી, ફોનના રિપ્લેસમેન્ટ સમયગાળામાં વધારો અને આઈફોનના ઊંચા ભાવને લીધે અમેરિકાની આ કંપનીની વૃદ્ધિ અટકી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ડિસેમ્બરના મહિનામાં શાખોમી કોર્પની પરિસ્થિતિ સૌથી ખરાબ હતી, તેમના સ્માર્ટફોનનું શિપમેન્ટ 35 ટકા જેટલું ઘટયા હોવાનું કન્સલટન્સીનો અંદાજ છે.