સોનાના ભાવ વધતાં ગ્રાહકોએ તેમના જૂના ઝવેરાતને વેચવા કાઢ‰યા

સોનાના ભાવ વધતાં ગ્રાહકોએ તેમના જૂના ઝવેરાતને વેચવા કાઢ‰યા
મુંબઈ, તા. 12 ફેબ્રુ.
દેશમાં જૂના સોનાની સપ્લાઈ વધશે કેમ કે સ્થાનિક સોનાના ભાવમાં વધારો થવાથી ગ્રાહકો તેમના ઝવેરાત વેચી રોકડ મેળવી રહ્યા છે. જૂનું સોનું બજારમાં આવવાથી આ વર્ષે સોનાની આયાતમાં ઘટાડો થઈ શકે છે. હાલ સોનાના ભાવ એપ્રિલ પછી સર્વોચ્ચ સપાટીએ છે. બુલિયનની આયાત ઘટવાથી વેપાર ખાધ ઘટી શકે છે અને રૂપિયાનું મૂલ્ય પણ જળવાઈ શકે છે. 
અંદાજ છે કે માર્ચ અંતના ત્રિમાસિક ગાળા સુધીમાં જૂના સોનાનો જથ્થો 25 ટનથી વધશે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 14.1 ટન હતો, એમ ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (ઈબ્જા)ના સચિવ સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, હાલ બજારમાં સોનાના ભાવ વધવાથી લોકો તેમના ઘરેણાં વેચીને રોકડ મેળવી રહ્યા છે, કેમ કે તેમના મતે હાલનો સોનાનો ભાવ લાંબો સમય સુધી રહેશે નહીં. 
મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જમાં સોનાનો ભાવ છેલ્લા છ મહિનામાં 11 ટકાથી પણ વધુ વધીને પ્રતિ 10 ગ્રામ  રૂા. 33,035 થયા છે. ભારતના મંદિરો અને કુટુંબોમાં 24,000 ટનથી પણ વધુનું સોનું છે, ગ્રાહકો સામાન્ય રીતે દિવાળી અને દશેરા જેવા તહેવારોમાં સોનાની ખરીદી કરતા હોય છે.
મુંબઈની ઝવેરી બજારમાં ઝવેરાતની નાનકડી દુકાનોમાં ગ્રાહકોની ગરદી વધી છે. જૂના ઝવેરાતની ખરીદી કરતા મુંબઈના ગોલ્ડ હોલસેલર ચેનાજી નરસિંહજીના પ્રોપરાઈટર અશોક જૈને કહ્યું કે, સોનાના ભાવમાં ફેરફાર થાય તે પહેલા ગ્રાહકોને તેમના ઝવેરાતનું વેચાણ કરવું છે. અમુક રોકાણકારો પણ છે જેઓ સોનાના સિક્કા અને લગડીનું વેચાણ કરી રહ્યા છે. ઘણા ગ્રાહકો જૂના ઝવેરાતને એક્સચેન્જ કરી રહ્યા છે, કેમ કે તેઓ હાલના ભાવને જોતા લગ્ન જેવા પ્રસંગ માટે સોનાની ખરીદી કરી શકશે નહીં, એમ પણ તેમણએ કહ્યું હતું. 
એક ગ્રાહકે કહ્યું કે, મારી પાસે જૂના ઝવેરાત છે, જેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે. ભાવ હાલ ઊંચા હોવાથી વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. 
સોનાની બે તૃતિયાંશ માગ ગ્રામીણ વિસ્તારમાંથી નીકળે છે. પરંતુ હાલ પાકના ભાવ ઘટયા હોવાથી ખેડૂતોની આવક ઘટી છે. ખેડૂતો પાસે સોનું જેવા મૂલ્યવાન વસ્તુની ખરીદી માટે મર્યાદિત આવક હોય છે, એમ મહારાષ્ટ્રના એક જ્વેલર મંગેશ દેવીએ કહ્યું હતું. વધુમાં શેરડીના પાકની ચૂકવણીમાં વિલંબને લીધે મહારાષ્ટ્રના ખેડૂતો પાસે હાલ રોકડની અછત છે, એમ પણ તેમણે કહ્યું હતું. 
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું કે, નવા સોનાની માગ ઘટવાથી ભારતની વર્ષ 2018માં આયાત 14 ટકા ઘટીને 756.8 ટન થઈ હતી. એવામાં જૂના સોનાના ભરાવાથી આયાતમાં હજી ઘટાડો થશે. કમસેકમ વર્તમાન ત્રિમાસિકમાં આની અસર વધુ હશે, એમ મુંબઈના એક બૅન્ક ડિલરે કહ્યું હતું. જૂના સોનાની સપ્લાય વધતા આયાત ઘટી છે, જ્વેલર્સ બૅન્કમાંથી ખરીદી ઘટાડી રહ્યા છે. તેમને જૂના સોનામાંથી વાજબી રકમ મળી રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer