વાયદાના સોદા માટે સર્કિટ ફિલ્ટર્સની સેબીની વિચારણા

વાયદાના સોદા માટે સર્કિટ ફિલ્ટર્સની સેબીની વિચારણા
ભાવમાં તોફાની વધઘટ ડામવાનો હેતુ
એજન્સીસ
મુંબઈ, તા. 12 ફેબ્રુ.
માર્કેટ નિયામક ધી સિક્યુરીટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી) તમામ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) શૅરો માટે પ્રાઇસ બેન્ડ લાવવાનું વિચારી રહી છે. ટ્રેડિંગ માટે ઉપલબ્ધ ડેરીવેટીવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ધરાવતી ઇક્વિટી જાતોમાં ભાવની વધુ પડતી વધઘટને ડામવા સેબી લેવાશે.
મૂડીબજાર નિયામકે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનામાં એફએન્ડઓ સ્ટોકની ભાવની વધઘટની ચકાસણી કરતાં જણાવ્યું છે કે ઇન્ટ્રા-ડેમાં 40 જાતોમાં 20 ટકાથી વધુની તોફાની વધઘટ જોવાઈ છે. 29 જાતોની ઇન્ટ્રા-ડે મુવમેન્ટમાં 20થી 30 ટકાની જ્યારે પાંચ શૅરોમાં 30થી 40 ટકાની વચ્ચે તોફાની વધઘટ જોવાઈ છે અને શૅરોમાં 40 ટકાથી વધુ તોફાની વધઘટ જોવા મળી છે.
તાજેતરમાં ડેરીવેટીવ્સ પ્રોડક્ટસ સાથેના શૅરોમાં એક જ દિવસમાં ભારે ઘટાડો થવાની રોકાણકારોની સંપત્તિનું ભારે ધોવાણ થયું છે. આનું કારણ એ છે કે આ શૅરોમાં પ્રાઇસ બેન્ડ કે સર્કિટ ફિલ્ટર નહોતું.
નિયામકે 3 વિકલ્પો સૂચવ્યા છે. તેના પર હિતધારકોનાં મંતવ્યો તા. 20 ફેબ્રુઆરી સુધીમાં મગાવવામાં આવ્યાં છે.
પ્રથમ ઉકેલમાં વ્યક્તિગત-શૅર પ્રમાણે 20 ટકાની પ્રાઇસ બેન્ડ લાગુ પાડવાનું સૂચન છે. બીજું સૂચન ડાયનેમિક અને ફિકસ્ડ પ્રાઇસ બેન્ડનું કે કોલ ઓપ્શન મિકેનિઝમનું છે. ત્રીજું સૂચન વર્તમાન ફ્રેમવર્કમાં ફેરફાર નહીં કરવાનું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer