બધી દુકાનો છ દિવસ ખુલ્લી રાખવાની માગ : ફામ

મુંબઈ, તા. 28 જુલાઈ
ફેડરેશન ઓફ એસોસિએશન્સ ઓફ મહારાષ્ટ્ર - ફામએ સોમવારથી શનિવાર સુધી અઠવાડિયાના છ દિવસ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. આ પત્રમાં, ફામે દલીલ કરી છે કે હાલમાં રોડની એક તરફ એકાંતરા દિવસે દુકાન ખૂલ્લી રાખવાની સિસ્ટમ બરાબર નથી. અમે વૈકલ્પિક દિવસના મોડેલને લગભગ બે મહિનાથી અનૂસરી રહ્યા છીએ. પરંતુ મોટાભાગના વેપારીઓ સંઘર્ષ કરી રહ્યા છે. બોમ્બે ટિમ્બર મર્ચન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ, અને ફામના મહાસચિવ આશિષ મહેતાએ જણાવ્યું હતું કે, જાહેર પરિવહન હજુ પણ બંધ છે, તેથી ભાગ્યે જ કોઈ ગ્રાહક મળે છે. 
ફામના ઉપપ્રમુખ જીતેન્દ્ર શાહે કહ્યું કે વૈકલ્પિક દિવસનું મોડેલ આર્થિક રીતે અસહ્ય છે. દુકાનો મહિનામાં 12 દિવસ ખુલે છે, પરંતુ આખા મહિના માટે ભાડુ અને પગાર ચૂકવે છે. આવું લાંબુ ચલાવી ન શકાય. તેમણે કહ્યું.  'મિશન બીગન અગેન' ના પ્રથમ તબક્કા હેઠળ, મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર, પુના, નાગપુર અને રાજ્યના અન્ય શહેરોમાં દુકાનોને પહેલી જૂનથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ નિયંત્રણો સાથે પ્રત્યેક દુકાનદાર અઠવાડિયામાં ત્રણ દિવસ પોતાની દુકાન ખુલ્લી રાખી શકે છે. અમે લગભગ બે મહિના આ મોડેલનો પ્રયોગ કર્યો પરંતુ તે સફળ રહ્યું નથી, એમ મહેતાએ કહ્યું.   
વેપારીઓનું માનવું છે કે અઠવાડિયાની છ દિવસ બજારો ખુલ્લા રાખવાની સિસ્ટમ ફરી શરૂ કરાય તો વેપારી સમુદાયની સાથે રાજ્યની અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. મુખ્ય પ્રધાન ઠાકરેએ સાવધ અભિગમની હિમાયત કરી શિવસેનાના મુખપત્ર સામનાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે,  બધા કહે છે કે ખુલ્લી લોકડાઉન અર્થતંત્ર માટે જોખમી છે તેમની સાથે  હું સંમત છું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer