ભારતે રિફાઇન્ડ પામતેલની આયાત અટકાવતાં નેપાળની રિફાઇનરીઓ સંકટમાં

ભારતે રિફાઇન્ડ પામતેલની આયાત અટકાવતાં નેપાળની રિફાઇનરીઓ સંકટમાં
વિશેષ પ્રતિનિધિ તરફથી 
કાઠમંડુ, તા. 28 જુલાઈ 
ભારતે રિફાઇન્ડ પામતેલની આયાત અટકાવી હોવાથી નેપાળના ખાદ્યતેલ રિફાઇનરીઓએ ક્રૂડ પામતેલની ખરીદી અટકાવી દીધી છે, તેની સાથે- સાથે તેમની પાસે રહેલો જથ્થો વેચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ભારતે મે મહિનામાં 39 ઓઇલ ઇમ્પોર્ટ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા હતા જે હેઠળ પાડોશી દેશોમાંથી જકાત મુક્ત આયાત થઇ રહી હતી. આ પગલાંની નેપાળના રિફાઇનર્સ પર ગંભીર અસર પડશે.   
પશુપતિ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અમિત સારડાનું  કહેવુ છે કે, રિફાઇનર્સ ક્રૂડ પામતેલ ખરીદવાના નવા સોદા કરી રહ્યા નથી. અમને અમારી પાસે રહેલો સ્ટોક પણ વેચવામાં મુશ્કેલી પડી રહી છે. નેપાળમાં લગભગ 70 હજાર ટન પામતેલનો જથ્થો છે. તેની માટે સ્થાનિક માંગની જરૂર છે. પરિણામે, નેપાળના કુલ પામતેલની આયાત સાત હજાર ટનથી ઓછી થઇ ગઇ છે જે વર્ષ 2020ની શરૂઆતમાં લગભગ 21 હજાર ટન હતી. નેપાળના વેપારમાં ભારતની હિસ્સેદારી બે તૃત્યાંશ હતી પરંતુ સરહદ વિવાદ બાદ વેપારમાં ઘટાડો આવ્યો છે. 
નોંધનિય છે કે ભારત દ્વારા રિફાઇન્ડ તેલ પર વર્ષ 2018માં 54 ટકા આયાત જકાત લાદયા બાદ નેપાળમાં સ્થાનિક રિફાઇનરીઓએ એકમો સ્થાપ્યા હતા. પડોશી દેશોમાં તેલ રિફાઇનરીઓ મોટી સંખ્યામાં સ્થપાઇ તેમજ સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (સાફ્ટા) હેઠળ ભારતમાં કર મૂક્ત ઓઇલની નિકાસ કરવા લાગ્યા. એકલા નેપાળમાં લગભગ 25 કરોડ ડોલરમાં 19 રિફાઇનિંગ એકમો સ્થપાયા હતા. નેપાળ એ વર્ષ 2018-19માં ભારતને 45667 ટન પામેતેલની નિકાસ કરાઇ જે વર્ષ 2019-20માં 189078 ટને પહોંચી ગઇ હતી. 
નેપાળએ રિફાનરીઓને કહ્યુ કે, અમે સાફ્ટાની શરતોનું પાલન કરીયે છીએ તેમજ તેમાં કોઇ સમસ્યા નથી. અમારી વેલ્યૂ એડિશન લગભગ 32-33 ટકા હોય છે. નોંધનિય છે કે ભારત દર વર્ષે લગભગ 90 લાખ ટન ક્રૂડ પામતેલની આયાત કરે છે તેમજ તેને જાતે જ રિફાઇન કરે છે. ઇન્ડિયન વેજિટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ એસોસિએશનના સુધારક દેસાઇએ કહ્યુ કે આ સમયે ભારતે સાફ્ટા કરારની સમિક્ષા કરવી જોઇએ તેમજ મેક ઇન ઇન્ડિયાની દિશામાં આગળ વધવું જોઇએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer