ભારતને આજે મળશે પાંચ રફાલ વિમાન

ભારતને આજે મળશે પાંચ રફાલ વિમાન
નવી દિલ્હી તા. 28 જૂલાઇ
લદ્દાખ મોરચે ચીન સાથે તંગદિલી વધી રહી છે તેવામાં ભારતીય વાયુસેનામાં આજે પાંચ રફાલ લડાયક વિમાનોનો ઉમેરો થશે. આ વિમાનો ગઈ કાલે ફ્રાન્સના મેરીનાક વિમાની મથકેથી ઉપડીને આજે વહેલી સવારે અબુ ધાબી નજીક આવેલા અલ ઘફ્રા મથકે રોકાયાં હતાં, જે ફ્રાન્સના કબજામાં છે. આશરે 7000 કિલો મીટરનું અંતર બે તબક્કામાં પસાર કરીને બુધવારે આ વિમાનો અંબાલા મથકે આવી પહોંચશે. વાયુસેનાના સાત વિમાનીઓ તેમને અત્રે લઇ આવશે. વિશ્વનાં શ્રેષ્ઠ લડાયક વિમાનોમાં સ્થાન પામતા રફાલ વિમાનોના ઉમેરાથી વાયુસેનાની મારક શક્તિમાં નોંધપાત્ર વધારો થશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ભારતે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સ પાસેથી રૂ. 59,000 કરોડના ખર્ચે 36 રફાલ વિમાનો ખરીદવાનો સોદો કર્યો હતો. બાકીનાં વિમાનો આવતા વર્ષના અંત સુધીમાં મળી જશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer