બૅન્ક ગેરંટી મેળવવા ખાંડનાં 33 કારખાનાંની અરજી, માત્ર ચાર લાયક ઠર્યાં

પૂણે, તા. 31 જુલાઈ 
મહારાષ્ટ્ર સરકારે નાણાંકીય રીતે નબળી કોઓપરેટિવ ખાંડ મિલોને બેંક ગેરંટી આપવા માટેની સંભાવનાઓ તપાસવા માટે રચેલી ટેકનિકલ કમિટીએ અરજી કરનારાં 33 કારખાનાંમાંથી ફક્ત ચાર કારખાનાંને ગેરંટી આપવાનું નક્કી કર્યું છે. કમિટીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે કારખાનાંઓ દ્વારા કરાયેલી રૂા. 1030.34 કરોડની માગણી સામે સરકારે આ ચાર કારખાનાંને લગભગ રૂા. 90 કરોડ માટે ગેરંટી આપવી જોઈએ. 
2020-21ની શેરડીના પિલાણની સિઝનના આરંભે મહારાષ્ટ્રમાં શેરડીનું 815.50 લાખ ટન જેટલું બમ્પર ઉત્પાદન થવાની સંભાવના છે. વિક્રમી પાકને પગલે શેરડીની સમયસર લણણી થશે કે કેમ કે સવાલ ઉઠ્યો છે. જો એમ નહીં થાય તો રાજ્ય સરકારે લણણી નહીં થયેલી શેરડી માટે ખેડૂતોને વળતર ચૂકવવું પડશે. જો વધુ મિલો પિલાણ કરે તો આ સ્થિતિ ટાળી શકાય અને શેરડીની સમયસર લણણી સુનિશ્ચિત બને. 
જોકે, ખાંડનાં 58 જેટલાં સરકારી કારખાનાં પાસે તેમનાં શેરડીનો પર્યાપ્ત જથ્થો છે અને પરંતુ બેન્કો અને નાણાં સંસ્થાઓ તેમને કાર્યકારી મૂડી ન આપે તો તેઓ પિલાણ હાથ ધરી શકે તેમ નથી, એમ તેમણે જણાવ્યું છે. મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ ફેડરેશને અગાઉ સરકાર પાસે કાર્યકારી મૂડી માટે ખાંડનાં કારખાનાંઓને સરકારી ગેરંટી આપવાની માગણી કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer