કેનેડામાં ચણાનો પાક વધવાની સંભાવના

વિશેષ પ્રતિનિધિ તરફથી 
વિનિપેગ, તા. 31 જુલાઈ 
એગ્રીકલ્ચર એન્ડ એગ્રીફૂડ કેનેડા (એએએફસી)એ જણાવ્યું છે કે વર્ષ 2019-20માં કેનેડાની ચણાની નિકાસ ઘટીને 1.05 લાખ ટન રહેશે નિકાસ ઘટવાનું કારણ પાકિસ્તાનની માંગમાં આવેલો ઘટાડો છે. નિકાસ ઘટવાથી કેરી આઉટ સ્ટોકમાં ઝડપી વધારો થશે. વર્ષ 2020-21માં કેનેડામાં ચણાની ખેતીનો વિસ્તાર 24 ટકા ઘટવાની ધારણા છે તેમજ તેનું ઉત્પાદન બે લાખ ટન રહેવાની ધારણા છે. 
એએએફસીના મતે કેનેડાની ચણાની નિકાસ વર્ષ 2020-21માં 1.25 લાખ ટન રહેવાનો અંદાજ છે. જે વર્ષ 2019-20માં 1.05 લાખ ટન રહેવાની સંભાવના છે. આ નિકાસ વર્ષ 2018-19માં 1.47 લાખ ટન હતી. કેનેડામાં ચણાની ખેતી વર્ષ 2020-21માં 1.18 લાખ હેક્ટર, વર્ષ 2019-20માં 1.56 લાખ હેક્ટરમાં રહેવાની સંભાવના છે. આની ખેતી વર્ષ 2018-19માં 1.76 લાખ હેક્ટરમાં થઇ હતી. 
એએએફસીનું કહેવુ છે કે ચણાનું ઉત્પાદન વર્ષ 2020-21માં બે લાખ ટન (પાછલા મહિને અંદાજ 1.70 લાખ ટન) રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. વર્ષ 2019-20માં આનું ઉત્પાદન 2.52 લાખ ટન રહેવાનો અંદાજ છે જે વર્ષ 2018-19માં 3.11 લાખ ટન હતુ. 
કેનેડામાં વર્ષ 2020-21માં ચણાનો કેરીઆઉટ સ્ટોક 1.50 લાખ ટન રહેવાનો અંદાજ છે. વર્ષ 2019-20માં ચણાનો કેરી આઉટ સ્ટોક 1.46 લાખ ટન આંકવામાં આવ્યો છે. જે વર્ષ 2018-19માં એક લાખ ટન હતુ. 
અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ) એ વર્ષ 2020-21માં અમેરિકામાં ચણાની ખેતી વર્ષ 2019-20ની તુલનામાં 33 ટકા ઘટીને ત્રણ લાખ એકરમાં રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અમેરિકામાં ચણાનું ઉત્પાદન વર્ષ 2020-21માં 30 ટકા ઘટીને બે લાખ ટન રહેવાની સંભાવના છે. 
એએએફસીએ પાક વર્ષ 2020-21ની માટે ચણાનો સરેરાશ ભાવ 455-485 કેનેડિયન ડોલર પ્રતિ ટન યથાવત્ રાખ્યો છે. જ્યારે પાક વર્ષ 2019-20ની માટે 470-490 કેનેડિયન ડોલર પ્રતિ ટન રાખ્યો છે. વર્ષ 2018-19માં ચણાનો સરેરાશ ભાવ 480 કેનેડિયન ડોલર પ્રતિ ટન હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer