ફંડામેન્ટલથી મજબૂત શેરોમાં રોકાણ ફાયદો કરાવે

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત તા. 11 સપ્ટે.,   
સધર્ન ગુજરાત ચેમ્બર દ્વારા વર્તમાન બજારની પરિસ્થિતિ અને તકો વિષય ઉપર વેબિનારનું આયોજન કરાયું હતું. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનાજિંગ ડિરેકટર નિલેશ શાહે રોકાણકારોને ઇક્?વીટી એલોકેશન મોડલ અપનાવીને ફંડામેન્ટલથી મજબૂત શેરોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપી હતી. 
નિલેશ શાહે રોકોણકારોને જણાવ્યું હતું કે, ટ્રેડીંગ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. અમુક જ લોકો ટ્રેડીંગ થકી પૈસા બનાવવામાં સફળ રહે છે. માર્કેટનો ઉછાળાની ટોપ લેવલની સંભાવના અને તળિયાને નક્કી કરવું અત્યંત મુશ્કેલ છે. ઇકવીટી એલોકેશન મોડલ અપનાવવાથીથોડો નફો રહેવાની શકયતા રહેલી હોય છે. 
તેમણે કહ્યું હતું કે, દર મહિને થોડું થોડું રોકાણ કરતા રહો. જો કે, મોટાભાગના લોકો રાતોરાત પૈસાદાર બનવાની ઇચ્છા ધરાવે છે પરંતુ પૈસા બનાવવા માટે લાંબાગાળાના રોકાણ જરૂરી છે. રોકાણકારોએ ધીરજ રાખવી પડે છે. સારા સ્ટોકમાં રોકાણ થાય તો પૈસા બની શકે છે. એસેટ લોકેશન ઉપર ધ્યાન આપવું જોઇએ. 
ભવિષ્યમાં દેશમાં લોકડાઉનની ફરીથી સ્થિતિ સર્જાય તો શેરબજાર માર્કેટ ફરીથી નીચે જતુ રહેશે. કોરોનાની રસી વહેલી તકે બહાર ન પડે તો જે કંપનીઓ અત્યારે નુકશાન કરી રહી છે તેમને ટકી કરવા માટે મુશ્કેલી પડશે. ઘણી કંપનીઓએ ડિજીટલ એડોપ્શન કર્યુ છે અને કેટલીક કંપનીઓએ કોસ્ટ સ્ટ્રકચર ઘટાડી દીધું છે. કંપની ગમે તેટલી મોટી હોય પણ અત્યારના સમયમાં ખૂબ જ વિચાર કરીને કંપનીઓમાં રોકાણ કરવું જોઇએ. તેમણે ગોલ્ડમાં રોકાણ કરવાની સલાહ આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer