પાંચ મુદ્દા પર સહમતી છતાં ભારત-ચીન વચ્ચે મતભેદ યથાવત

નવી દિલ્હી, તા. 11 સપ્ટે.
ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તનાવ ઘટાડવા માટે પાંચ મુદ્દાનો રોડમેપ બનાવાયો હોવા છતાં તીવ્ર મતભેદો ચાલુ રહયા હતા.   
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ચીની વિદેશ પ્રધાન વોન્ગ યી વચ્ચે પાંચ મુદ્દાઓ પર સહમતી થઇ હતી. ગુરુવારે રાત્રે મોસ્કોમાં શંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનીઝેશન ની બેઠક સમયે તેમની વચ્ચે વાતચીત થઇ હતી. 
જે મુદ્દાઓ વિષે સહમતી થઇ તેમાં ડિસ-એન્ગેજમેન્ટ, બંને બાજુ લશ્કર વચ્ચે યોગ્ય અંતર, તણાવને હળવો કરવો, બોર્ડર મેનેજમેન્ટના તમામ પ્રોટોકોલને અપનાવવા, વગેરે નો સમાવેશ હતો.   
ચીની વિદેશ મંત્ર્યાલયના નિવેદન મુજબ વોગે કહ્યું હતું કે ભારત અને ચીન જેવા બે મોટા પાડોશી દેશો વચ્ચે મતભેદ હોય એ સામાન્ય વાત છે અને બંને વચ્ચેના સંબંધો ત્રિભેટે છે.  પણ બંને  દેશો સાચી દિશામાં ચાલતા રહે તો એવો કોઈ પડકાર નથી જેનો ઉપાય ન થાય.   
અત્યાર સુધી ચીન સીમા પરની સ્થિતિ માટે સંપૂર્ણપણે ભારતને જવાબદાર ઠરાવતું હતું. હવે તેના વલણમાં થોડું પરિવર્તન દેખાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer