રત્નો અને આભૂષણોની નિકાસ અૉગસ્ટમાં 29 ટકા વધી


 નવી દિલ્હી, તા. 15 સપ્ટે.
રત્નો અને આભૂષણોની નિકાસ જુલાઈની સરખામણીમાં અૉગસ્ટ મહિનામાં 29.18 ટકા વધી છે. અમેરિકા, ચીન અને યુરોપની માગમાં વધારો થવાની અૉગસ્ટમાં રત્નો અને આભૂષણોની નિકાસ રૂા. 13160.24 કરોડ (176.41 કરોડ ડૉલર) થઈ હતી, એમ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું છે. જુલાઈ મહિનામાં આ ચીજોની નિકાસ રૂા. 10187.04 કરોડ (135.59 કરોડ ડૉલર)ની થઈ હતી. જોકે, વાર્ષિક ધોરણે-2019ના અૉગસ્ટની સરખામણીમાં આ વર્ષની નિકાસ 38.84 ટકા ઓછી છે. ગયા વર્ષે અૉગસ્ટમાં રત્નો અને આભૂષણોની નિકાસ રૂા. 25518.73 કરોડ (301.83 કરોડ ડૉલર) હતી.
અૉગસ્ટ મહિનામાં અમેરિકા, ચીન અને યુરોપની બજારો ખૂલી જવાથી જુલાઈની સરખામણીમાં નિકાસમાં વધારો થયો હતો, એમ જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer