ચીનને વધુ એક ફટકો તાંબા અને એલ્યુમિનિયમની આયાતોનું `ક્રિનિંગ'' કરવાની વિચારણા

ચીનને વધુ એક ફટકો તાંબા અને એલ્યુમિનિયમની આયાતોનું `ક્રિનિંગ'' કરવાની વિચારણા
નવી દિલ્હી, તા. 15 સપ્ટે.  
કેન્દ્ર સરકાર તાંબા અને એલ્યુમિનિયમની આયાતો પરની દેખરેખ વધુ કડક બનાવવાનું વિચારી રહી છે. ખાસ કરીને ચીન અને અન્ય એશિયાઈ દેશમાંથી કરાતી  સસ્તી આયાતો સામે સ્થાનિક ઉદ્યોગોને  રક્ષણ આપવા માટે આ પગલું વિચારાઈ રહ્યું છે એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.  
આયાતને અંકુશિત કરવાના પ્રથમ પગથિયાં તરીકે આયાતકારોને ચોક્કસ સત્તાધીશ પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું કહેવામાં આવશે અને આગળ ઉપર ચોક્કસ વ્યક્તિના નામે આવતાં શિપમેન્ટ માટે પરમીટ કઢાવવી પડશે એમ તેમણે જણાવ્યું હતું. જો કે આ વિચારણા નાજુક તબક્કે હોવાથી તેમણે વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો.   
`આયાત પર વધુ કડક નિગરાની રાખવાનો ઉદ્દેશ આત્મનિર્ભરતાને વેગ આપવાનો છે' એમ વાણિજ્ય મંત્રાલયે એક પત્રમાં જણાવ્યું હતું. પત્રમાં આયાતો ઓછી કરવાની અને મૂલ્યવર્ધિત ચીજોની નિકાસને પ્રોત્સાહન આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલનો ઉલ્લેખ કરાયો હતો. 
`નવી વ્યવસ્થાનો ઉદ્દેશ પૂરતી માહિતી પ્રાપ્ત કરવાનો છે, જેથી આ બાબતમાં યોગ્ય નીતિવિષયક નિર્ણયો લઇ શકાય,' એમ વાણિજ્ય મંત્રાલયે તેના પત્રમાં જણાવ્યું હતું. 
સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે વધુ કડક નિગરાનીનો હેતુ તાંબા અને એલ્યુમિનિયમની આયાતને નિયંત્રિત ચીજવસ્તુઓની યાદીમાં નાખી દેવાનો હોઈ શકે, જેને પરિણામે આયાતકારોએ પ્રત્યેક શિપમેન્ટ માટે અલગથી લાયસંસ મેળવવું પડે.     
ખાણકામ અને વાણિજ્ય મંત્રાલયોએ ટીકાટિપ્પણી કરવાની વિનંતીનો જવાબ આપ્યો ન હતો. `િક્રનીંગને પગલે આ બે ધાતુઓની આયાતને નિયંત્રિત ચીજવસ્તુઓની યાદીમાં ઉમેરી શકાશે કેમ કે દેશમાં કેટલો માલ ડમ્પ કરાય છે તેની માહિતી અમારી પાસે આવી જશે,' એમ એક સરકારી અધિકારીએ કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer