સીસીઆઈએ રિલાયન્સ-ફ્યુચર સોદાને માન્યતા આપી

નવી દિલ્હી, તા. 20 નવે.
કમ્પિટિશન કમિશન અૉફ ઇન્ડિયા (સીસીઆઈ)એ શુક્રવારે એમેઝોનના વિરોધ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફ્યુચર ગ્રુપના તમામ અૉનલાઇન અને અૉફ લાઇન બિઝનેસને હસ્તગત કરવાના સોદાને માન્યતા આપી છે.
સીસીઆઈએ આજે ટ્વિટર વડે ઘોષિત કર્યું હતું કે `કમિશને ફ્યુચર ગ્રુપના રિટેલ, હૉલસેલ, લૉજિસ્ટિક્સ અને વૅરહાઉસિંગ બિઝનેસને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને રિલાયન્સ રિટેલ ઍન્ડ ફેશન લાઇફ સ્ટાઇલ લિમિટેડ દ્વારા હસ્તગત કરવાના સોદાને માન્યતા આપી છે.'

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer