અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી                   અમદાવાદ, તા. 2 એપ્રિલ 
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત માટે મહત્વના સમાચાર સામે રહ્યા છે કે 2 અને 3 એપ્રિલના સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 2 અને 3 એપ્રિલના સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમ જ સાથે ઉત્તર ગુજરાતમાં અને દરિયાઈ વિસ્તારમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે.   હીટવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે. ગત રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું ત્યારે આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનું જોર વધવા સાથે પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.  ઉપરાંત અમદાવાદમાં યલો એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે.  દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. 11 શહેરમાં તો ગરમી 41 ડિગ્રીને પાર કરી ગઈ હતી. આગામી ત્રણ દિવસ જ્યારે દરિયાઈ વિસ્તારમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. 
કોરોનાના ભયની વચ્ચે લોકો ગરમી વધવાના કારણે લૂ લાગવી, શરદી, હીટ સ્ટ્રોક, ટાઈફોઈડ, ઓરી, ફૂડ પોઇઝાનિંગ જેવા રોગોનો પણ શિકાર થઈ શકે છે. જેના લીધે ગરમીનો પારો વધવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે ગરમી પડતાં જ લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. 
હવામાન ખાતા અને આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, હીટવેવથી બચવા લોકોએ પર્યાપ્ત માત્રમાં પાણી પીવું, ભારે તળેલા ખોરાકને બદલે સાદો ખોરાક લેવો, સુતરાઉના હલકાં કપડાં પહેરવાં, વૃદ્ધો અને બાળકો, બીમારોએ તડકામાં બહાર નીકળવાનું ટાળવું અને લોકોએ પણ બહાર નીકળવું પડે તો માથા પર ટોપી, રૂમાલ વગેરે અવશ્ય રાખવાં એવી અપીલ કરવામાં આવી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer