ભારતીય ખલાસીઓને સત્વરે વૅક્સિન આપવા કેન્દ્ર સરકારને વિનંતી

હેમાંગ પલાણ  
મુંબઇ, તા. 2 એપ્રિલ   
ધ મેરીટાઇમ અસોસિએશન ઓફ શિપઅૉનર્સ, શિપ મેનેજર્સ એન્ડ એજન્ટ્સ' સાથે સંકળાયેલા આશરે બે લાખ ખલાસીઓને સત્વરે કોવિડ વિરોધી રસી આપવાની માગણી કેન્દ્રના પોર્ટ અને શાપિંગ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયા સમક્ષ કરવામાં આવી છે.   
સંગઠનના મહામંત્રી અમર સિંહ ઠાકુરે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે આ સંદર્ભે એક પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં પ્રધાન મનસુખ માંડવિયાને મળશે.  
અસોસિએશનના ચેરમેન કેપ્ટન મહેન્દ્ર ભસીને જણાવ્યું કે અત્યારે ભારતીય ખલાસીઓની સંખ્યા 2.50 લાખની છે અને તેઓ વિશ્વના વિવિધ દેશોમાં કામ કરી રહ્યા છે. આ યુવા ખલાસીઓ મુખ્યત્વે મર્ચંટ નેવીના અધિકારી,રાટિંગ્સ અને ક્રુઇઝના સ્ટાફર તરીકે સેવા બજાવે છે. આ કર્મચારી વર્ગમાં આશરે 50 હજાર ખલાસીઓ 45 વર્ષથી વધુની વયના છે, તેમને રસીકરણનો લાભ મળશે પણ તેથી ઓછી વયના યુવા ખલાસીઓને આરોગ્ય સુરક્ષા મળે તે હેતુથી તેમને રસીકરણની પ્રાધાન્ય યાદીમાં સામેલ કરવા જોઇએ. જે, આમ નહીં થાય તો વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા આ ખલાસીઓ રોગચાળાનો શિકાર બનશે અને એટલું જ નહીં રોગચાળો વધુ ફેલાશે, એમ ભસીને ઉમેર્યું હતું.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer