લૉકડાઉન ઇફેક્ટ : શુગર મિલો મુશ્કેલીમાં

ડી. કે 
મુંબઈ, તા. 6 એપ્રિલ
સરકારે અગાઉ જાહેર કરેલો ખાંડનો ક્વોટા હજુ સુધી શુગર મિલો વેચી શકી ન હોવાથી શુગર સેલ ક્વોટાની સમય મર્યાદા વધારવા અને નવા મહિના માટે મર્યાદિત ક્વોટા જાહેર કરવા માટે શુગર મિલોએ સરકારને વિનંતી કરી છે. દેશમાં કોવિડ-1 ના વકરતા રોગચાળાનાં કારણે ખાંડના વેચાણને અસર થઇ છે અને હજુ અડધોઅડધ ક્વોટા અનસોલ્ડ છે. દરમિયાન ખેડૂતોના બાકી ચુકવણાની રકમ વધીને 22900 કરોડ રૂપિયા થઇ ગઇ છે. 
શુગર મિલોની રાષ્ટ્રિય સંસ્થા નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ શગર ફેક્ટરીઝ (એન.એફ. સી. ઐસ.એફ)  એ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સરકારે કિલો દિઠ 31 રુપિયાનાં ભાવે ખાંડ વેચાણનો જે ક્વોટા નક્કી કર્યો છે તેટલો ક્વોટા વેચવામાં ખાંડની મિલોને સમસ્યા નડી રહી છે. જેનાથી મિલોની આર્થિક સ્થિતી નબળી પડે છે. હાલમાં મિલો સરકારે નક્કી કરેલા ક્વોટાના 50 ટકા હિસ્સાને પણ વેચી શકી નથી. 
બીજીતરફ અન્ય એક સંગઠન ઇસ્મા ઐ જણાવ્યું છે કે હાલમાં ખેડૂતોના 22900 કરોડ રૂપિયા ચુકવવાનાં છે. જે ગત વષે19200 કરોડ ચુકવવાના હતા. મિલો સરકાર ટેકાનાં ભાવમાં વધારો કરે તેની રાહમાં છે ત્યારબાદ મિલોને ઉંચા ભાવે ખાંડ વેચવા મળે અને તેમના નફામાં વધારો થાય તો તેઓ નફાનું ધોરણ જાળવી શકે. આ વખતે 31 મી માર્ચ-2021 સુધીમાં શુગર મિલોએ 277.57 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ છે જે ગત વર્ષે આ સમયગાળામાં 233.14 લાખ ટનનું ઉત્પાદન કર્યુ હતું. આ વખતે ઉત્પાદનનો 44 લાખ ટનનો નવો બોજ તો છે જ એમાં વળી માલનો ઉપાડ નહીં હોવાથી મિલોને બમણો માર પડે છે.
સરકાર દેશભરમાં થયેલા ખાંડના ઉત્પાદનના આંકડાના આધારે દર મહિને ખાંડના વેચાણનાં ક્વોટા જાહેર કરતી હોય છે. જેનાથી નાની અને મોટી એમ તમામ સાકર મિલોને તેમની ખાંડ વેચવાની તક મળી શકે. પરંતુ છેલ્ળા છ મહિનામાં સરકારે રીલીઝ કરેલા ક્વોટાનાં આંકડા, વાસ્તવમાં ખાંડનાં થયેલા વેચાણનાં આંકડા તથા વપરાયા વિના રદ્દ થઇ ગયેલા ક્વોટાનાં આંકડા જોતા એવું સાબિત થાય છે કે સહકારી મિલો આ ભાવે 50 ટકા માલ પણ વેચી શકતી નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer