મુખ્ય પ્રધાન સમક્ષ બૅન્કોની આડોડાઇની દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા ફરિયાદ

મુખ્ય પ્રધાન સમક્ષ બૅન્કોની આડોડાઇની દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા ફરિયાદ
`સુરતના ઉદ્યોગ સાહસિકોની પીએમઇજીપી યોજનાની અરજીઓ તાત્કાલીક સ્વીકારો'
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 23 નવે. 
બેન્કોની આડોડાઇની પોલ દક્ષિણ ગુજરાત ઉદ્યોગ સંગઠને રાજ્યના મુખ્યપ્રધાન સમક્ષ ખોલી હતી. ગાંધીનગર ખાતે એમએસએમઇ ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા માટેની બેન્કો સાથેની રીવ્યુ બેઠકમાં ચેમ્બરે મુખ્યપ્રધાનને ઉદ્યોગકારોને પ્રોજેકટ કોસ્ટ/કેપીટલ કોસ્ટ ઉપર લાગતા જીએસટીનો બેંક લોનની રકમમાં સમાવેશ કરવા માટે, એમએસએમઇમાં એક બેંકમાંથી બીજા બેંકમાં લોન ટ્રાન્સફર કરતી વખતે પેનલ્ટી નહીં લગાવવા માટે, આરબીઆઇના કરન્ટ એકાઉન્ટ માટેના સકર્યુલરમાં રાહત આપવા માટે તથા બેંક દ્વારા કોન્ટ્રાકટરના કેસમાં પફોર્મન્સ ગેરંટી ઉપરનો ચાર્જ રિલીઝ કરવા માટે રજૂઆત કરી હતી. પીએમઇજીપી યોજનાની અરજીઓનો તાત્કાલિક સ્વીકાર કરવા પણ માગ કરાઇ હતી.  
બેઠકમાં ઓપન ફોરમ દરમ્યાન ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ સુરતના ઉદ્યોગ સાહસિકોની ઙ્કઝ્ય્ણુદ્મૈંઠ્ઠ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન ઝ્ય્ણુબ્ગય્ણુદ્મઠ્ઠઙ્ખ યોજના અંગેની અરજીઓને સ્વીકારી તેને મંજૂરી આપવા માટે રજૂઆત કરી હતી. સુરત શહેરના ઉદ્યોગ સાહસિકો વિવિધ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયામાં ઝંપલાવી દેશની નિકાસ વધે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. દેશના નાના ઉદ્યોગ સાહસિકો વેપાર – ઉદ્યોગની દિશામાં આગળ વધી શકે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા હેતુ કેન્દ્ર સરકાર દ્વારા ઙ્કઝ્ય્ણુદ્મૈંઠ્ઠ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન ઝ્ય્ણુબ્ગય્ણુદ્મઠ્ઠઙ્ખ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે સુરતના ઉદ્યોગ સાહસિકો દ્વારા સંબંધિત વિભાગમાં અરજી કરવામાં આવી છે, પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી તેઓની અરજી સ્વીકારવામાં આવતી નથી.  
મહત્વની વાત એ છે કે રાજ્યભરમાંથી સુરત સિવાયના અન્ય તમામ જિલ્લાઓમાંથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવી છે અને તેને મંજૂર પણ કરવામાં આવી રહી છે. પરંતુ એકમાત્ર સુરત શહેરના જ ઉદ્યોગ સાહસિકોની અરજીઓ સ્વીકારવામાં આવતી નથી. નવી અરજીઓ તો સ્વીકારવામાં આવતી જ નથી પણ જૂની અરજીઓમાં પણ કોઈ સુધારા કે ચેન્જીસ કરવાની મંજૂરી વિભાગ તરફથી આપવામાં આવતી નથી.  
બેઠકમાં સંગઠને સુરતના ઉદ્યોગ સાહસિકોને થઇ રહેલા અન્યાય અંગે અવાજ ઉઠાવ્યો હતો. સુરતના ઉદ્યોગ સાહસિકોની આશરે ચાર હજારથી વધુ ફાઇલો પેન્ડીંગ છે. આથી આ મામલે ઝડપથી ઉકેલ લાવવા ઓપન ફોરમમાં રજૂઆત કરાઇ હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer