વોડાફોન પણ 26મીથી પ્રિ-પેઈડના ટેરિફ વધારશે

વોડાફોન પણ 26મીથી પ્રિ-પેઈડના ટેરિફ વધારશે
મુંબઈ, તા. 23 નવે.
ભારતી એરટેલને અનુસરીને વોડાફોન આઈડિયા તેના પ્રિ-પેઈડ ટેરિફમાં કમસેકમ 20 ટકા સુધીનો વધારો કરશે. આ વધારો 25મી નવેમ્બરથી અમલમાં આવશે. 
ગઈ કાલે ભારતી એરટેલએ જાહેરાત કરી હતી કે 26મી નવેમ્બરથી તમામ પ્રિ-પેઈડ પ્લાન્સના ટૅરિફમાં 20થી 25 ટકાનો વધારો કરશે. કંપનીએ જણાવ્યું છે કે તંદુરસ્ત આર્થિક બિઝનેસ મોડેલ માટે એવરેજ રેવન્યુ પર યુઝર (એઆરપીયુ) વધારવાનું જરૂરી છે. 
વોડાફોન આઈડિયા (વીઆઈ) પણ તેમના પ્રિપેઈડ ટેરિફમાં 20થી 25 ટકાનો વધારો અને ટોપ-અપ પ્લાન ટેરિફમાં 19થી 21 ટકાનો વધારો કરશે. વોડાફોને જણાવ્યું કે નવા ટેરિફ યોજનાએ પ્રતિ યુઝર સરેરાશ આવક વધારવા માટે છે. 
એરટેલ અને વીઆઈએ એન્ટ્રી-લેવલ પ્રિપેઈડ પ્લાન્સમાં દર વધારો કર્યો છે. તેમ જ અમુક પોસ્ટ પેઈડ અને ફેમેલી પેકેજમાં દર કંપનીએ થોડા સમય પહેલા જ વધાર્યા હતા. કંપની એન્ટ્રી લેવલ સ્લેબમાં પચીસ ટકા જેટલો અને અન્ય સ્લેબમાં 20 ટકા જેટલો વધારે કરશે. આ સિવાય ડેટા ટોપ-અપ્સમાં પણ વધારો કરવામાં આવશે. 
એરટેલ અને વીઆઈના કુલ ગ્રાહકોમાં 90થી 95 ટકા પ્રિ-પેઈડ ગ્રાહકો છે. દેશની ટેલિકોમ કંપનીઓમાં સૌથી વધુ એઆરપીયુ એરટેલનું છે. સપ્ટેમ્બર'21 ત્રિમાસિકમાં કંપનીનું એઆરપીયુ રૂા. 153 હતું. રિલાયન્સ જિઓ અને વીઆઈનો એઆરપીયુ અનુક્રમે રૂા. 143.6 અને રૂા.109 છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer