ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા હજી પણ એક દિવાસ્વપ્ન

ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા હજી પણ એક દિવાસ્વપ્ન
સરકારની નીતિઓ સાનુકૂળ નહીં રહે તો ખેડૂતો અન્ય પાકો તરફ ફંટાશે : બીવી મહેતા 
વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 23 નવે. 
સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના કાર્યકારી નિયામક બીવી મહેતાનું કહેવું છે કે, ભારતને ખાદ્યતેલોની સપ્લાયમાં આત્મનિર્ભર બનવામાં ઓછામાં ઓછા 15થી 20 વર્ષ લાગશે અને ત્યારે જ થશે જ્યારે સરકારની નીતિઓ ખેડૂતો માટે સાનુકુળ હોય.  મહેતાએ એક ઇન્ટરવ્યૂહમાં કહ્યુ કે, ભારતને હાલના સ્તર પર આયાત ચાલુ રાખવા માટે પોતાના તેલીબિયાં ઉત્પાદનમાં 20 લાખ ટન પ્રતિ વર્ષની વૃદ્ધિ કરવાની જરૂર છે કારણ કે માંગ દર વર્ષે 2-3 વધતી જાય છે. 
મહેતાએ કહ્યુ કે, આત્મનિર્ભરતા એક સપનુ છે. તેમાં 15-20 વર્ષ લાગી શકે છે.. નહીંત્તર આપણે આયાત પર નિર્ભર રહીશુ. જો સરકારની નીતિઓ સાનુકુળ નથી તો ખેડૂત તેલીબિયાં કરતાં ઊંચુ રિટર્ન આપનાર પાકો તરફ વળી જશે. કેન્દ્ર સરકારે તેલીબિયાં અંગે રાષ્ટ્રીય મિશનની ઘોષણામાં વધારે વિલંબ કરવો જોઇએ નહીં અને મિશન હેઠળ પુરતું ભંડોળ પુરું પાડવું જોઇએ. 
ક્રૂડ ઓઇલ અને સોના બાદ ખાદ્યતેલ ભારતની ત્રીજી સૌથી વધારે આયાતી વસ્તુ છે. ભારત વાર્ષિક 750 અબજ રૂપિયાના લગભગ 150 લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે જેનાથી તે દુનિયાનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો. 
તેઓ કહે છે કે, અમે છેલ્લા 15-20 વર્ષોથી ખાદ્યતેલોમાં આત્મનિર્ભરતાની વાત કરી રહ્યા છીએ. આત્મનિર્ભરતા એક સપનુ છે. સરકારની નીતિ ખેડૂતો માટે સાનુકુળ રહે તો 15-20 વર્ષ લાગી શકે છે. નહીં તો આપણે આયાત પર નિર્ભર રહીશુ. વર્ષ 1992માં આપણે આયાતી ખાદ્યતેલ પાછળ માત્ર 3 ટકા નિર્ભર હતા. ધીમે ધીમે આપણી નિર્ભરતા વધતી ગઇ અને આજે તે લગભગ 65-70 ટકા છે. એવુ એટલા માટે કારણ કે ખેડૂતોને વળતર મળ્યુ નહીં અને કેટલાંક અન્ય પાકો તરફ ફંટાઇ ગયા. 
માથાદીઠ આવકમાં વૃદ્ધિની સાથે જ દર વર્ષે માંગમાં 2-3 ટકાની વૃદ્ધિ થઇ છે. વર્તમાનમાં વપરાશ લગભગ 220 લાખ ટન છે. માત્ર 130-150 લાખ ટનની 
આયાત રાખવા માટે તમારે ઉત્પાદન દર વર્ષે 20 લાખ ટન વધારવુ પડશે. 
સદનસીબે છેલ્લા પાંચ વર્ષોમાં સરકારે લઘુતમ ટેકાના ભાવ વધાર્યા છે અને ખેડૂતોની મદદ કરવાની કોશીશ કરી રહી છે. પરંતુ તેની સાથે જ ઉત્પાદન ખર્ચ પણ વધી રહ્યુ છે. તેનો અર્થ એ છે કે ખેડૂતોનું વળતર સમાન સ્તરે જળવાઇ રહેલુ છે. 
હું એવુ નથી કહી રહ્યો કે આપણે આયાત ન કરવી જોઇએ. કદાચ 15-20 ટકા આયાત યોગ્ય છે. પરંતુ આજે આપણે 60 ટકા આયાત કરીયે છીએ. 2019-20 (નવેમ્બર-ઓક્ટોબર)માં આયાત બિલ 750-800 અબજ રૂપિયા થવાની સંભાવના હતી ચાલુ વર્ષે આ બિલ 1.2 લાખ કરોડ રૂપિયાનું થશે. આવુ કેમ થઇ રહ્યુ છે? કારણ કે અમને ગંભરીતાથી લેવામાં આવ્યા નથી કારણ કે ભારત આયાત પર નિર્ભર કરે છે. અમારી પાસે કોઇ વિકલ્પ નથી. 
આપણે આત્મનિર્ભર બની શકીયે છીએ જો સરકારની નીતિ તમામ બાબતોમાં સહાયક હોય. એક ક્ષેત્ર સોયા, સરસવ અને મગફળીની માટે ખાદ્યતેલ પર રાષ્ટ્રીય મિશન છે. આપણે છેલ્લા ત્રણ વર્ષોથી આ વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ અત્યાર સુધી તેની ઘોષણા કરાઇ નથી. પાછલા મહિને તેમણે ખાદ્યતેલ પર રાષ્ટ્રીય મિશન-પામની ઘોષણા કરી. પરંતુ  તે એક લાંબા ગાળાની પ્રક્રિયા છે.   
તમે આજથી પામતેલ ઉગાડવાનું શરૂ કરો, તે પાંચ-છ વર્ષ બાદ ફળ આપશે. જો તમે તાત્કાલિક પરિણામ ઇચ્છો છો, તો મગફળી, સોયાબીન અને સરસવ પર ધ્યાન આપો. ચાલુ વર્ષે સોયા ઉત્પાદન 104-105 લાખ ટનથી વધીને 180 લાખ ટન થયુ. ખરીફ મગફળીનો પાક સારો હતો. મને અપેક્ષા છે કે આ સિઝનમાં સરસવનું વાવેતર પણ વધશે. 
પામતેલ બગીચા અંગે તેમણે કહ્યુ કે નહી, આ તમામ ગ્રીન બોગી છે. તે સમગ્ર કાર્યક્રમને પાટા પરથી નીચે ઉતારવા ઇચ્છે છે. તેમને ભારતના વિકાસમાં કોઇ રસ નથી. ભારતના જંગલોને પામના તેલના બગીચામાં પરિવર્તિત નથી કરી રહ્યા, આપણે માત્ર પામતેલની માટે ચોખાના ખેતર અને અન્ય ખેતરોની જમીનને પરિવર્તિત કરી રહ્યા છીએ. પરંતુ તે યુરોપિયન બિન સરકારી સંગઠ મલેશિયા, ઇન્ડોનેશિયાની બાદ હવે ભારતમાં છે.     
ખાદ્યતેલોના ભાવ ઘટવાની વાત કરીયે તો વૈશ્વિક બજારમાં કિંમતો હજી સ્થિર છે. મને નથી લાગતુ કે જાન્યુઆરી- ફેબ્રુઆરીની પહેલા કિંમતો ઘટવા લગાશે. મોટાભાગના જાણકારોનું કહેવુ છે કે માર્ચ બાદ કિંમતોમાં નરમાઇ આવશે. ત્યાં સુધી કિંમતોમાં મજબૂતી અથવા આ સ્તરે જળવાઇ રહેવાની સંભાવના છે. 
તેમણે કહ્યુ કે, જકાતની ઘોષણા થઇ  તો 10-12 રૂપિયાનો ઘટાડો આવ્યો, પરંતુ થોડાંક દિવસ બાદ વૈશ્વિક બજારોમાં તેજી આવી. તો સ્વાભાવિક રીતે, જે કંઇ પણ લાભ હતા, તે ગાયબ થઇ ગયા. સરકાર દ્વારા જકાત ઘટાડવાને બદલે, તે નિમ્ન મધ્યમવર્ગની માટે જાહેર વિતરણ પ્રણાલીમાં ખાદ્યતેલો પર સબસિડી આપી શકતી હતી. તમે અને હુ ખાદ્યતેલોની થોડીક વધુ કિંમત ચૂકવી શકીયે છીએ, તેનાથી અમને કોઇ ફરક પડતો નથી. થોડીંક વધારે કિંમતની સાથે સરકારને આવક થઇ રહી છે અને તેને સબસિડી તરફ ફંટાવી શકાય છે. આપણે ભૂતકાળમાં પણ જોયુ છે કે જ્યારે પણ ભારત જકાત ઘટાડે છે, વૈશ્વિક બજારોમાં કિંમત વધી જાય છે અને ભારતીય ગ્રાહકોને કોઇ ફાયદો થતો નથી. 
ખેડૂત વાવેતર અને લણણીના સમયે કિંમતો પર નજર રાખે છે. જકાત પરિવર્તન અને અન્ય બાબતો ઉદ્યોગ પર લાગુ થાય છે, ખેડૂતોને નહીં. પરંતુ ખેડૂત હંમેશા જુએ છે કે શું કોઇ નીતિ પરિવર્તન તેમને પ્રભાવિત કરી રહ્યા છે. જ્યારે કિંમતો લઘુતમ ટેકાના ભાવની નીચે જાય છે તો તેઓ પ્રભાવિત થાય છે. મારુ સૂચન છે કે સરકાર એક બફર બનાવે. હાલ જ્યારે કિંમત એમએસપીની નીચે આવે છે તો તેઓ ખરીદે છે અને બફરના રૂપમાં રાખે છે. ખેડૂતોની માટે સારો ભાવ અપાવવા માટે સરકારે ખુલ્લા બજારમાંથી ટેકાના ભાવે એક ચોક્કસ પ્રમાણમાં બજાર ભાવે ખરીદી કરવી જોઇએ જેથી ખેડૂતો ગભરાય નહીં અને પોતાનો પાક વેચી દે. 
મહેતાએ કહ્યુ કે અમે તેલીબિયાં અંગે રાષ્ટ્રીય મિશનની રાહ જોઇ રહ્યા છીએ. સરકારે જલ્દીથી જલદી પુરતા ભંડોળ સાથે ઘોષણા કરવી જોઇએ. આયાત જકાત આવકના રૂપમાં સરકારને 400 અબજ રૂપિયા મળી રહ્યા છે. તેલીબિયા વિકાસ કાર્યક્રમ પર 50 અબજ રૂપિયા વાર્ષિક ખર્ચ શા માટે નથી કરી શકતી? એક બાજુ તમે તેલીબિયાં ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની વાતો કરો છે, પરંતુ અમને જમીનના સ્તરે કોઇ વાસ્તવિક કાર્યવાહી દેખાતી નથી. જમીનના સ્તર પર વાસ્તવિક કાર્યવાહી માટે સરકારે ઉત્પાદન અને ઉત્પાદકતા બંને વધારવા માટે યોજનાઓ માટે નાણાં આપવા જોઇએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer