ઉતરાયણમાં પતંગ ચગાવવા એકઠાં નહીં થઇ શકાય

સરકારે બહાર પાડ્યું જાહેરનામું , સોસાયટીના સેક્રેટરી વિરુદ્ધ પગલાંની જોગવાઈ 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.11 જાન્યુ. 
આ વર્ષે પણ ગુજરાતના લોકોને ઉતરાયણની મજામાં કોરોના ભળ્યો છે. કોરોના અત્યારે પીક ઉપર હોવાને લીધે સરકારે સંક્રાંતની ઉજવણી માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એમાં જાહેર સ્થળોએ કે એક અગાશીએ વધુ પડતા લોકોએ એકઠાં થઇને પતંગ ચગાવવાની મનાઇ ફરમાવવામાં આવી છે. જાહેરનામાનો ભંગ થશે તો સોસાયટીના સેક્રેટરી વિરુધ્ધ પગલા ભરવામાં આવશે. 
અગાશીએ પતંગ ઉડાડતી વખતે પણ માસ્ક પહેરવું ફરજીયાત છે.  મકાન, ધાબા, ફલેટ કે અગાસીમાં જઈ પતંગ ચગાવવાના હેતુથી ભેગા થઈ શકાશે નહીં. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો સોસાયટીના સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાશે. પતંગ બજારમાં પણ ખરીદી માટે બજારની મુલાકાત લે ત્યારે કોવિડ ગાઈડલાઈનું પાલન કરવું પડશે. આ ઉપરાંત ધાબાં પર મ્યુઝિક સિસ્ટમ કે ડીજેના કારણે ભીડ ભેગી થઇ શકે તેમ હોવાથી તેમ પણ કરી શકાશે નહીં. 
પોલીસ ડ્રોન અને સીસીટીવી કેમેરાથી શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખશે, અને જો કોઇ સ્થળે નિયમોનો ભંગ થતો જણાશે તો એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણમાં પણ નાઇટ કર્ફ્યુના વિસ્તારમાં દસ વાગ્યા બાદ કડક અમલ કરાવવામાં આવશે. ટૂંકમાં આ વખતે પણ  ઉત્તરાયણમાં પોતાના પરિવારના સભ્યો સાથે ઉજવવી પડશે. સગાસંબંધીઓથી દૂર રહેવાનું થશે. 
માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહી . ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે. 
મકાન / ફલેટના ધાબા / અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી . ફ્લેટ / રહેણાંક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી / ફ્લેટના સેક્રેટરી / અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુદ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 
ઉપરોકત તમામ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રાલિંગ રાખવાનું રહેશે તથા જરૂરીયાત અનુસાર ડ્રોન તેમજ સી.સી.ટી.વી. મારફતે પણ જીદિયશહહફક્ષભય રાખવાનું રહેશે. 
ઉપરોકત સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત ઝવય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ, 2005 તેમજ ઈન્ડિયન પિનલ કોડ 1860 ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer