ઈન્ક્મ ટૅક્સ રિટર્નની આખરી તારીખ લંબાવવામાં આવી

ઈન્ક્મ ટૅક્સ રિટર્નની આખરી તારીખ લંબાવવામાં આવી
એજન્સીસ 
નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
 આવકવેરાનું રિટર્ન ભરવાની આખરી તારીખ કેટલીક કેટેગરીઓ માટે લંબાવવામાં આવી છે. સાથે ટૅક્સ ઓડિટ રિપોર્ટની તારીખ પણ લંબાવવામાં આવી હોવાની જાહેરાત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયટેકટ ટૅક્સીસે મંગળવારે કરી હતી.  અમુક કેટેગરી માટે આખરી તારીખ 15 ફેબ્રુઆરી અને બીજી કેટલીક કેટેગરી માટે 15 માર્ચ કરવામાં આવી છે.  કોરોના વાઇરસના વધી રહેલા કેસ અને ઈન્ક્મ ટૅક્સ ખાતાના નવા પોર્ટલની સમસ્યાઓને કારણે ઘણા કરદાતાઓએ ટૅક્સ ડિપાર્ટમેન્ટ અને નાણાપ્રધાનને આખરી તારીખ લંબાવવાની વિનંતી કરી હતી. તેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો હોવાનું સીબીડીટીએ કહ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer