કલાયમેટ ચેન્જની સમસ્યાનું નિરાકરણ ગ્રીન બિલ્ડિંગ ટેકનૉલૉજી વડે થશે

દક્ષિણ ગુજરાત ચેમ્બરમાં સેમિનાર યોજાયો
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 14 જાન્યુ.  
વિશ્વભરમાં કલાયમેન્જ ચેન્જને કારણે વિવિધ સમસ્યાઓ ઉદ્ભવી રહી છે અને ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજી થકી ઘણીખરી મુશ્કેલીઓનું નિરાકારણ આવી શકશે. ગ્રીન બિલ્ડીંગની તર્જ ઉપર ઔદ્યોગિક, રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામ કરવું હિતાવહ રહેશે તેમ દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા આયોજીત સેમીનારમાં ઉપસ્થિત નિષ્ણાંતોએ કહ્યું હતુ. 
ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજી વિષય ઉપર આયોજીત કાર્યક્રમમાં એસવીએનઆઇટીના પ્રોફેસર ડો. કૃપેશ ચૌહાણે ઉદ્યોગકારોને ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજીના કોન્સેપ્ટ વિશે પોતાની રજૂઆતો કરી હતી.   
ડો. કૃપેશ ચૌહાણે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં કલાયમેન્જ ચેન્જને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. પેરીસમાં કલાયમેટ ચેન્જ વિષય પર કોન્ફરન્સ મળી હતી. જેમાં 197 દેશોએ કલાયમેટ વિશે મંથન કર્યું હતું. જેના ભાગરૂપે કલાયમેટ ઓફ પાર્ટીઝ કલાયમેટ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ ગ્રીન બિલ્ડીંગ થકી લાવી શકાય તેવા નિદાન ઉપર આવ્યા હતા. આ દેશોએ સસ્ટેનેબલ થવા માટે વોકીંગ, સાયકલીંગ, પબ્લીક ટ્રાન્સપોર્ટ, સોલર એનર્જી, મિનિમમ માઇલેજ અને ખાડામાં કચરો ડમ્પ કરવાનું બંધ કરવા વિશે કામ કરવાનું નકકી કર્યું હતું. 
197 જેટલા દેશોએ પૃથ્વીને બચાવવા માટે ગ્રીન બિલ્ડીંગના પ્રિન્સીપલ બનાવ્યા હતા. જેમાં સાઇટ સિલેકશન એન્ડ પ્લાનિંગ, વોટર કન્ઝર્વેશન, એનર્જી કન્ઝર્વેશન, મટિરિયલ્સ એન્ડ રિસોર્સિસ કન્ઝર્વેશન, ઇન્ડોર એન્વાયરમેન્ટ કવોલિટી એન્ડ ઓકયુપેશનલ હેલ્થ અને ઇનોવેશન ઇન ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગ્રીન બિલ્ડીંગ બનાવવા માટે આસ્પેકટ્સ, પ્રોસ્પેકટ્સ, પ્રાઇવસી (એક્ષ્ટર્નલ-ઇન્ટર્નલ), ગૃપીંગ, રૂમીનેસ, સેનીટેશન, ફલેકસીબિલિટી, કોમ્યુનિકેશન અને પ્રેકટીકલ કન્સીડરેશન ઉપર કામ કરવામાં આવે છે. 
ગ્રીન બિલ્ડીંગ બનાવવા માટે નેશનલ બિલ્ડીંગ કોડ, એનર્જી કન્ઝર્વેશન બિલ્ડીંગ કોડ, રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ, એમઓઇએફ ગાઇડલાઇન્સ, યુનિફોર્મ પ્લમ્બીંગ કોડ ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ ગાઇડલાઇન્સ અને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગાઇડલાઇન્સને અનુસરવાનું હોય છે. ગ્રીન બિલ્ડીંગના કોન્સેપ્ટથી જ વિશ્વભરમાં સમયની માંગ મુજબ ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શીયલ અને કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવાનું હિતાવહ રહેશે. 
દુનિયાના પ્રગતિશીલ તેમજ વિકસિત દેશોમાં ગ્રીન બિલ્ડિગ બનાવવા માટે સ્પેશિયલ ઈન્સેન્ટિવ આપવામાં આવતા હોય છે. જો આપણા દેશમાં કે રાજ્યમાં ગ્રીન બિલ્ડિગ બનાવનાર બિલ્ડરો અથવા તો ડેવલપરને ટેકસમાં કે એફ.એસ.આઈ.માં ઈન્સેન્ટિવ આપવામાં આવે તો આ ક્ષેત્રમાં સારું કામ થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer