ભિવંડીના પાવરલૂમ વિવર્સની વીજ સંબંધિત સુવિધાઓ ચાલુ રાખવાની માગ સરકારે માની

મુંબઈ, તા. 14 જાન્યુ.
અત્યાર સુધી યાંત્રિક ઉદ્યોગને રાજ્ય સરકાર દ્વારા વીજળીના બિલમાં અમૂક રાહતો આપે છે. જો કે, નાગપુરના વત્રઉદ્યોગ વિભાગની ઓફિસે 27 એચ.પી.થી વધુ એકમોના વીજ કનેકશન ધરાવતી ઓફિસોને સુવિધાઓ ચાલુ રાખવા માટે 32 કોલમની ઓનલાઈન માહિતી ભરવા માટે આદેશ આપ્યો હતો. અગાઉ ડેડલાઈન  1 અૉક્ટોબર, 2021 હતી, તે પછી 31 ડિસેમ્બર, 2021 રાખવામાં આવી હતી. 
જો કે, આ 32 કોલમના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવીને વીજળી સંબંધિત સવલતો ચાલુ રાખવા માટે ભિવંડી પદ્માનગર પાવરલૂમ વિવર્સ એસોસિયેશને સરકાર સમક્ષ વિનંતી કરી હતી. એસોસિયેશનના પ્રેસિડેન્ટ પુરષોત્તમ વાંગાએ કહ્યું કે, આ મામલો એક વર્ષથી ચાલી રહ્યો છે. સૂચિત 32 કોલમનું ઓનલાઈન ફોર્મ ઈચરકરંજી, સોલાપુર, માલેગાવ અને નાગપુરના વિવર્સો માટે ભરવુ મુશ્કેલ છે. અમે માગણી કરી છે કે આ ફોર્મમાં સરળતા લાવે પરંતુ અત્યાર સુધી આંખ આડા કાન કરવામાં આવતા હતા. જો કે, બે-ત્રણ મીટિંગો બાદ 12 જાન્યુઆરીએ વત્રો ઉદ્યોગ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યડ્રાવરકરના નિવાસસ્થાને જઈને એમને અમારી સમસ્યા જણાવી. તે પછી ફરી એક મીટિંગ યોજાઈ અને ફોર્મને સરળ બનાવીને વર્તમાન સુવિધાઓ ચાલુ રાખવાનું આશ્વાસન આપ્યું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer