નિકાસ ડિસેમ્બરમાં 39 ટકા વધીને $38 અબજ

નવી દિલ્હી, તા. 14 જાન્યુ.  
ભારતની માલસામાનની નિકાસ ડિસેમ્બર 2021માં વર્ષાનુવર્ષ 38.91 ટકા વધીને 37.81 અબજ ડૉલર થઈ હતી, જે ડિસેમ્બર 2020માં 27.22 અબજ ડૉલરની હતી. આ નિકાસ વધારો એન્જિનિયરિંગ, ટેક્સ્ટાઇલ્સ અને રસાયણ ઉદ્યોગની સબળ કામગીરીને આભારી છે. જોકે, નિકાસ કરતા આયાતમાં મોટો વધારો થવાથી ડિસેમ્બરની વેપારખાધ પણ વધીને 21.68 અબજ ડૉલરની થઈ હતી, એમ વાણિજ્ય મંત્રાલયના આંકડા જણાવે છે. એપ્રિલ-ડિસેમ્બરના નવ મહિનાના સમયગાળામાં નિકાસ વાર્ષિક ધોરણે 49.66 ટકા વધીને 301.38 અબજ ડૉલર થઈ હતી.ડિસેમ્બર 2021માં માલસામાનની આયાત 38.55 ટકા વધીને 59.48 અબજ ડૉલર થઈ હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer