વાયબ્રન્ટ ગુજરાત સમિટ પાછી ઠેલવાનું સરવાળે મોંઘું પડશે?

વાયબ્રન્ટ ગુજરાત સમિટ પાછી ઠેલવાનું સરવાળે મોંઘું પડશે?
અનિલ પાઠક
અમદાવાદ, તા. 14 જાન્યુ.
કોરોનાના વધતા કેસોને લીધે મુલત્વી રખાયેલ ગુજરાતની સૌથી મોટી ઈવેન્ટ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી બંધ રખાતાં રાજ્ય સરકારને ઓછામાં ઓછા 60થી 80 કરોડનું નુકશાન થવાનો પ્રાથમિક અંદાજ છે.
જોકે રાજ્ય સરકાર કે વાયબ્રન્ટ મહોત્સવની નોડલ એજન્સી ``ઇન્ડેક્ષ બી''એ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ ગુજરાતના ઉદ્યોગ અને ધંધા સાહસિકો જે આમાં ભાગ લઈ રહ્યા હતા તેઓનું આવું માનવું છે.
એક અંદાજ પ્રમાણે રાજ્ય સરકારે ઓછામાં ઓછી 300 મર્સિડિઝ અને અન્ય લકઝરી કાર મુંબઈથી મગાવી હતી તે વાયબ્રન્ટ મુલતવી રહ્યા પછી મોકલાઈ છે પરંતુ તેના કોન્ટ્રેક્ટ માટે લાખ્ખો રૂપિયા ચૂકવવાના થશે. તેવી જ રીતે ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર બનેલ પૉશ ફાઈવસ્ટાર હૉટલની 328 રૂમ બુક કરાવ્યા છતાં તેના માટે પણ જંગી ભાડાં ચૂકવવા પડશે.
ગાંધીનગરમાં હેલિપોડ ખાતે તૈયાર થઈ રહેલા ગ્લોબલ ટ્રેડ શો એક્ઝિબિશનમાં જે ઉદ્યોગ સાહસિકોએ 11,000 1 સ્કેવર મીટર માટે ભાડું ચૂકવવાનું થયું છે. આવા સ્ટોલ્સ ખરીદવા પણ લાખ્ખો રૂપિયા લેવામાં આવ્યા છે. જોકે આયોજકો તરફથી સ્ટોલ માલિકોને જમા કરાયેલી રકમ પાછી આપવાની હૈયાધારણ આપવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી રશિયાના વડા પ્રધાન સાથે યોજવામાં આવેલા શાહી ડીનર કે જેમાં 1 ડીશના 3500 નક્કી થયા છતાં તે પણ હવે રદ કરાયું છે. તેનો મોટો ખર્ચ પણ સરકારને માથે પડયો છે. આમ ગુજરાત સરકારને છેલ્લી ઘડીયે આ મહોત્સવ રદ કરવાની ભારે મોટી કિંમત વાયબ્રન્ટના 2003થી શરૂ થયેલા શોમાં પ્રથમવાર ચૂકવવી પડશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer