બૅન્ક અૉફ બરોડાને એન્ડોર્સ કરશે એક મહિલા ક્રિકેટર

બૅન્ક અૉફ બરોડાને એન્ડોર્સ કરશે એક મહિલા ક્રિકેટર
મહિલા ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહેલી શેફાલી વર્માને બૅન્ક અૉફ બરોડાએ તેની બ્રાન્ડ એન્ડોર્સર બનાવી છે. 
શેફાલીએ અનેક રેકોર્ડ સ્થાપિત કર્યા છે. તે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી મૅચમાં  ભારત તરફથી રમનારી સૌથી યુવા મહિલા ક્રિકેટર બની હતી.  
આ નિમિત્તે બૅન્કના સીઈઓ સંજીવ ચઢ્ઢાએ કહ્યું કે, રમતવીરોને  બ્રાન્ડ એન્ડોર્સ કરવાની  બૅન્કની પરંપરા રહી છે. શેફાલી જેવી યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપી બેન્ક તેની વિવિધ બાંકિંગ અને તે સિવાયની પહેલો યુવાનો સુધી પહોંચાડી રહી છે. શેફાલીનું વ્યક્તિત્વ હિંમત, નિશ્ચય અને વિશ્વાસપાત્રતાને વ્યક્ત કરે છે . 
શેફાલીએ કહ્યું કે, આ સહયોગને પગલે મને બૅન્કની દૂરદર્શિતા અને બાંકિંગ અને ટેકનૉલૉજીના તમામ ક્ષેત્રોમાં તેના ભવિષ્યલક્ષી અભિગમ સાથે જોડાયાનો અનુભવ થયો છે.


© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer