જ્વેલરી ક્ષેત્રના શૅર્સમાં દિવાળીની ચમક

મુંબઇ, તા. 10 અૉક્ટો.
કેન્દ્ર સરકારે જ્વેલરી ક્ષેત્રની વિટંબણા દૂર કરવા આ ક્ષેત્રને પીએમએલઓથી મુક્ત કર્યું છે. મની લોન્ડરિંગ કાયદામાંથી મુક્તિને લીધે શૅરબજારમાં જ્વેલરી ક્ષેત્રના શૅરોમાં તેજી આવી હતી. ગ્રાહકને રૂા. 50,000થી વધુની ખરીદીમાં હવે પાન અથવા આધારકાર્ડ આપવું ફરજિયાત નથી. જેથી જ્વેલરી વેચાણ વધવાની સંભાવનાથી ત્રિભુવન ભીમજી ઝવેરીનો શૅર સોમવારે 5.3 ટકા વધીને 127.75, ગીતાંજલિ જેમ્સનો ભાવ રૂા. 3.6 ટકા વધીને 72.4 ક્વૉટ થયો હતો. તાતા ગ્રુપની ટાયટન કંપની રૂા. 3.5 ટકા સુધારે રૂા. 617 બંધ થઇ હતી. જ્વેલરીની રોકડ ખરીદીમર્યાદા હવે રૂા. 2,00,000 સુધી કરવાથી એશિયન સ્ટારનો ભાવ 4.5 ટકા વધીને રૂા. 920ક્વૉટ થયો હતો.
દરમિયાન સ્થાનિકમાં સોનાનો ભાવ છેલ્લા બે દિવસથી વધી રહ્યો છે. જે નોંધપાત્ર ગણાય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer