ઉત્પાદકોએ દવાનો ઉત્પાદન ખર્ચ અને એમઆરપી બંને છાપવા પડશે

મુંબઈ, તા. 10 અૉક્ટો.
દેશના દવા નિયામકની દરખાસ્ત જો મંજૂર થશે તો ફાર્મા કંપનીઓએ દવાના લેબલ પર એક્સ-ફેક્ટરી ભાવ અને મહત્તમ છૂટક વેચાણ ભાવ (એમઆરપી) બન્ને છાપવાના રહેશે. સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ અૉર્ગેનાઇઝેશન જેણે આ દરખાસ્ત કરી છે તેણે એ પણ જણાવ્યું છે કે આયાતી દવાના કેસમાં લેબલ પર પડતર ભાવ લખવાના રહેશે.
ધી ડ્રગ્ઝ ઍન્ડ કોસ્મેટીક્સ રૂલ્સ 1945ની કલમ-96 અન્વયે દવાના એકટીવ ઇન્ગ્રેડીઅન્ટસના નામ, વજન અને જથ્થાનું નેટ કન્ટેન્ટ વગેરે પેકેજિંગ પર ફરજિયાત છાપવાના રહે છે. જો આ ધોરણ અમલી બનશે તો ડ્રગ ઉત્પાદકોનો ઉત્પાદક ભાવ અને છૂટકભાવ વચ્ચેનો ગાળો ઘટાડવા ભીંસ વધશે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer