જીએસટીને લગતા કાપડ ઉદ્યોગના મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ આવ્યો

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનો દાવો
ખ્યાતિ જોશી
સુરત, તા. 10 અૉક્ટો.
એક તરફ સુરતનો કાપડ ઉદ્યોગ કાળી દિવાળી મનાવીને સરકાર સુધી જીએસટી મુદે્ પોતાનો સંદેશો પહોંચાડવા માટે અડગ બન્યો છે અને બીજી તરફ કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ દાવો કર્યો છે કે જીએસટીને લગતાં કાપડ ઉદ્યોગના મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ લાવી દેવાયો છે અને આયાતી ફેબ્રિક પર એન્ટિ ડમ્પીંગ ડયૂટીનો સવાલ છે તો આ બાબતે પણ ટૂંકમાં નિર્ણય કરવામાં આવશે.
ગુજરાતના જીએસટીના પ્રશ્ને કેન્દ્ર સરકારે રચેલી સમિતિમાં કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયા છે. અગાઉ જીએસટી લાગુ થયાના બે માસ બાદ સુરત આવેલા કેન્દ્રીય પ્રધાને શહેરના કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગનાં વિવિધ સંગઠનોને મળીને સમસ્યાઓ વિશે માહિતી એકઠી કરીને જીએસટી કાઉન્સીલ સમક્ષ સમસ્યાઓ રજૂ કરી હતી. હવે જ્યારે 22મી જીએસટી કાઉન્સીલની બેઠકમાં કાપડ ઉદ્યોગને લગતાં અનેક પ્રશ્નોનું સમાધાન શોધી કાઢવામાં આવ્યું છે ત્યારે કેન્દ્રીય પ્રધાન તાબડતોબ સુરત આવીને કાપડ ઉદ્યોગના પ્રશ્રો ઉકેલાયા હોવાનો દાવો કર્યો છે. 
કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ સાથે થયેલી એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, યાર્ન પરનો ટેક્સ ઓછો કરવા અંગેની માગણી અમારી સમક્ષ આવી હતી જેમાં સરકારે નિર્ણય કરીને યાર્ન પરનો ટેક્સ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કર્યો છે. જમા રહેતી આઈટીસી રિફંડ આપવા બાબતની ડિમાન્ડમાં યાર્ન અને તથા જોબવર્ક પરનો જીએસટી દર ઘટી જવાના કારણે આઈટીસી ઓછી જમા રહેશે.  
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer