જીએસટીની ગાડી ઊથલાવવાના પ્રયાસો છતાં રાજ્યો દ્વારા ઝડપી સ્વીકૃતિ : જેટલી

પીટીઆઇ               વોશિંગ્ટન. તા.10 ઓક્ટો.
જીએસટીની ગાડી પાટા પરથી ઊથલાવવાના પ્રયાસ છતાં રાજ્યો તેને ઝડપથી અપનાવી રહ્યા છે, એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું. 
પેપાલના સીઇઓ અને પ્રેસિડન્ટ ડાન શૂલ્મમાન અને સીઆઇઆઇ (કૉન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી) સાથેની વાતચીત દરમિયાન જીએસટી સામેના મોટા પડકારો અંગેના એક પ્રશ્નના જવાબમાં જેટલીએ આમ જણાવ્યું હતું.
ન્યૂ યોર્કમાં સીઆઇઆઇ અને યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં બોલતા જેટલીએ જણાવ્યું હતું કે અન્ય અર્થતંત્રો વધુ રક્ષણાત્મકવાદી બન્યા છે ત્યારે ભારતીય અર્થતંત્રમાં વૈશ્વિક એકસૂત્રતા જોવા મળે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer