સોયાબીન ક્રાંતિ માટે પગલાં લેવા સોપાનો અનુરોધ

અૉઇલસીડ્સ ડેવલપમેન્ટ ફંડ રચવાની માગણી
ઇન્દોર, તા. 10 અૉક્ટો.
સોયા ઉદ્યોગની સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે ઇન્દોરમાં શનિવારે બે દિવસીય રાષ્ટ્રીય બેઠકનું આયોજન કરાયું હતું. તેમાં દેશમાંથી આ ઉદ્યોગના નિષ્ણાતો એકઠા થયા હતા.
આ બેઠકના ઉદ્ઘાટનમાં સંબોધન કરતાં સોયાબીન પ્રોસેસર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સોપા)ના અધ્યક્ષ દવિષ જૈને સફેદ અને હરિયાળી ક્રાંતિની જેમ દેશમાં સોયાબીનની ક્રાંતિ માટે પગલાં લેવાની આવશ્યકતા કહી હતી. જેથી દેશમાં તેલીબિયાંનું ઉત્પાદન વધે તેમ જ આયાતની નિર્ભરતા ઓછી થાય અને દેશમાં તેલની 65 ટકા જરૂરિયાત છે, તેને સંતોષી શકય એમ તેમણે જણાવ્યું હતું.
ભારતને તેલના વૈશ્વિક ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે વર્ણવતાં જૈને કહ્યું હતું કે ભેલની વધી રહેલી આયાતથી ખેડૂતો સોયાબીનના વાવેતરથી વિમુખ થશે.
એક તરફ વૈશ્વિક સ્તરે સોયાબીનનું ઉત્પાદન વધવાતરફી રહ્યું છે, જ્યારે ભારતમાં અનિશ્ચિત વરસાદને લીધે બેથી ત્રણ વર્ષથી ઉત્પાદન ઘટી રહ્યું છે.
સોપાના અધ્યક્ષે કહ્યું હતું કે પેટ્રોલિયમ ઊપજો બાદ સરકાર મહત્તમ વિદેશી મહેસૂલી આવક ખાદ્યતેલની આવક પર ખર્ચી રહી છે અને તે નિરંકુશ આયાતથી દેશના સોયાબીન ઉદ્યોગ અને સોયાબીન ઊપજોને ખરાબ રીતે અસર થઇ છે.
જૈને સરકારને અૉઇલસીડ ડેવલપમેન્ટ ફંડ (ઓડીએફ) રચવાની અને આ ફંડ માટે કિલોદીઠ રૂા. 3 કસ્ટમ ડ્યૂટી ચાર્જ કરવાની અરજ કરી હતી.
આથી આગામી પાંચ વર્ષમાં ઓડીએફ માટે રૂા. 22,500 કરોડનું ફંડ રચવામાં સહાય મળશે. આ ફંડ દ્વારા ઉપાર્જિત  કરેલાં નાણાંની `આપણે દેશમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારી શકીશું અને આગામી 10-15 વર્ષમાં ભારત તેલીબિયાં ક્ષેત્રે સ્વનિર્ભર બની શકે છે'. એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. જૈને કેન્દ્ર સરકારને સનફ્લાવર અને કનોલા તેલની આયાત ડયૂટી વધારવા ભલામણ કરી હતી, જેથી દેશમાં સોયાબીન ઉદ્યોગને પણ સમાનસ્તર મળી શકે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer