આવતા વર્ષની દિવાળી સુધીમાં આ શૅર્સ 40 ટકા વળતર આપી શકે

મુંબઈ, તા.17 અૉક્ટો.
અમુક શૅર્સ આગામી દિવાળી સુધીમાં 40 ટકા સુધીનું વળતર આપી જશે એવો અંદાજ જુદી જુદી એનાલિસ્ટ્સ કંપનીઓએ મૂક્યો છે. 
એડલવિસ
નાલ્કો :  વર્તમાન ભાવ રૂા. 88.80. લક્ષ્ય ભાવ : રૂા.120.
માસિક ચાર્ટમાં આ શૅરે  ડબલ બોટમ પેટર્ન તોડી છે. વિશ્વ બજારમાં એલ્યુમિનિયમના ભાવ વધતા આ કંપનીના શૅરના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 
એનઆઇઆઇટી ટેકનૉલૉજીસ : વર્તમાન ભાવ : રૂા. 633.55. લક્ષ્ય ભાવ : રૂા.720.
આઇટી મિડ કેપમાં એક સશક્ત કંપની. હાલમાં આ શૅરમાં કામકાજ  બાવન સપ્તાહના ટોચના ભાવે થઇ રહ્યું છે. આ શૅરે પોતાના બે વર્ષના દૃઢીકરણનો તેજી તરફી બ્રેક આઉટ આપ્યો છે.
રેડિકો ખેતાન : વર્તમાન ભાવ : રૂા. 213.80. લક્ષ્ય ભાવ : રૂા. 350.
આ કંપનીના શૅરે કોન્સોલીડેશન ટ્રાયેન્ગલને તોડયો છે  અને એમએસીડીમાં ગતિ મેળવી છે જે તેજીનો દોર ફરી થવાનો સંકેત આપે છે.
મોતીલાલ ઓસવાલ
ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા : વર્તમાન ભાવ : રૂા.142.70. લક્ષ્ય ભાવ : રૂા.200.
2019ના નાણાકીય વર્ષની અંદાજિત ઇપીએસ કરતા 12.5 ગણી કિંમતે આ શૅરમાં કામકાજ થઇ રહ્યું છે. પ્રાઇસ અર્નિંગના પુનર્રેટિંગથી ટૅક્સ બાદનો નફો સંગીન રહેવાની અને નાણાકીય વર્ષ 2017 -20માં આવક વૃદ્ધિની અમારી ધારણા છે.
મનપસંદ બેવરેજીસ : વર્તમાન ભાવ : રૂા.445. લક્ષ્ય ભાવ : રૂા.534.
ડિસ્ટ્રીબ્યૂશનના નેટવર્કના વિસ્તરણથી કંપનીને લાભ થવાનો છે. કંપનીનો પાયલટ પ્રોજેક્ટ પાર્લે પ્રોડક્ટ્સ સાથે જોડાણનો છે કે જેની શરૂઆત પશ્ચિમ બંગાળમાં થઇ ચૂકી છે.
આરબીએલ બૅન્ક : વર્તમાન ભાવ : રૂા.522.50. લક્ષ્ય ભાવ : રૂા.651.
ઉચ્ચ પરિવારના નેતૃત્વ હેઠળ આગામી ત્રણ વર્ષમાં નોંધપાત્ર વળતર રળી આપવાની ક્ષમતા આ શૅરમાં છે.
રિલાયન્સ સિક્યૂરિટીઝ : 
ગ્લેનમાર્ક ફાર્મા  : વર્તમાન ભાવ : રૂા.635. લક્ષ્ય ભાવ : 900.
કંપનીને 2018ના નાણાકીય વર્ષમાં એક આઉટ લાઇસન્સિંગ સોદો થવાની ધારણા છે. આથી, કંપનીને સારો નફો થશે એમ અમારું માનવું છે.
ઇન્ડિયા બુલ હાઉસિંગ : વર્તમાન ભાન રૂા.1324.60. લક્ષ્ય ભાવ : રૂા.1600.
અમારું માનવું છે કે કંપનીના પહોંચ ક્ષેત્રમાં સુધારો કરવામાં સારી વૃદ્ધિ નોંધાવવાનું  આઇબીએચએફએલ ચાલુ રાખશે અને ધિરાણના ક્ષેત્રમાં કંપની સંગીન અનુભવ ધરાવે છે.
નાટકો ફાર્મા : વર્તમાન ભાવ : રૂા.985. લક્ષ્ય ભાવ : રૂા.1200.
2017-19ના નાણાકીય વર્ષમાં નાટકોની આવક અને ચોખ્ખો નફો અનુક્રમે 19 ટકા અને 34 ટકા રહેવાની ધારણા છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer