કાંદાના ભાવ બે મહિના ઊંચા રહેશે

દિવાળીમાં કાંદાની હરાજી ચાલુ રાખતા વેપારીઓમાં નિરાશા
નાશિક, તા.17 અૉક્ટો.
દિવાળીના દિવસોમાં કાંદાનું લિલામ હરાજી ચાલુ રાખવાના નાશિક જિલ્લા સત્તા વાળાના આદેશથી એગ્રીકલચરલ પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના વેપારીઓમાં નિરાશા વ્યાપી છે. વેપારીઓએ હરાજીમાં ભાગ નહીં લેવાના સંકેતો આપ્યા છે કારણ કે દિવાળીમાં કામગારો પૂરતા 
મળશે નહીં.
વેપારીઓ બજારથી દૂર રહેતા ખેડૂઓએ પણ શુક્રવારે ભાવ ઘટયા હતા. સામાન્ય રીતે તહેવારોમાં કાંદાની હરાજી થતી નથી. વેપારીઓ પણ છેલ્લાં 25 વર્ષોથી તહેવારો દરમિયાન રજા રાખે છે. સરકારના આદેશ છતાં કામગારોની સમસ્યાને લીધે વેપારીઓ હરાજીમાં ભાગ નહીં લે, એમ ચીંચવડ એપીએમસીના ચૅરમૅન આત્મારામ કુંભારે જણાવ્યું હતું.
વરસાદને પગલે પખવાડિયામાં બજારમાં આવનારા પાકને નુકસાન થયો છે. નવા પાકની દોઢ મહિના પછી આવક થશે. અછતને પગલે બે મહિના સુધી કાંદાના ભાવ ઊંચા રહેશે. વરસાદને લીધે લણણી કરવાના બાકી હોય એવા પચાસ ટકા જેટલા નવા પાકને નુકસાન થયું છે, એમ તેમણે જણાવ્યું હતું. લાસલગાવ એપીએમસીના જયદત હોલ્કરનું પણ આમ જ માનવું છે. 
એપીએમસીના સૂત્રોના કહેવા મુજબ, હોલસેલ ભાવમાં વધારો થતા કાંદાના રિટેલ ભાવ પણ વધશે. આગામી અમૂક દિવસોમાં દેશમાં કાંદાનો રિટેલ ભાવ પ્રતિ કિલો રૂા.50 જેટલા થશે. કાંદાની અછતને પગલે દક્ષિણ ભારતમાં કાંદાની સારી માગ છે. પરિણામે નાશિકમાં કાંદાના હોલસેલ ભાવ વધ્યા છે. તેમ જ દિવાળીના અઠવાડિયે લાસલગાવ અને અન્ય જીલ્લાની એપીએમસીમાં કાંદાની હરાજી બંધ રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer