મુંબઈના ઝવેરીઓ ગ્રાહકોને રિઝવવામાં સફળ

મુંબઈના ઝવેરીઓ ગ્રાહકોને રિઝવવામાં સફળ
મુંબઈ, તા. 17 અૉક્ટો.
દશેરામાં વેચાણ નબળું રહ્યા બાદ મુંબઈના જ્વેલર્સ માટે ધનતેરસ સુકનવંતી સાબિત થઈ છે. મુંબઈમાં મોટાભાગના ઝવેરીઓએ ગ્રાહકોને રિઝવવા માટે અનેક અૉફરો રજૂ કરી છે અને તેની ધારી અસર થઈ હોય તેમ ઉપનગરોમાં વિશેષરૂપે ઝવેરીઓની દુકાનોમાં ગ્રાહકોની ગર્દી થઈ હતી.
જ્વેલર્સ દ્વારા ઘડામણના ભાવ ઘટાડવાની સાથે લકી ડ્રૉ, અમુક રકમથી વધુની ખરીદી ઉપર ચાંદીના સિક્કા અને તેથી વધુની રકમ ઉપર 0.2 ગ્રામના સોનાના ફ્રી સિક્કાની અૉફર કરવામાં આવતાં ગ્રાહકો ડાયમંડ સાથે સોના અને ચાંદીના દાગીના અને તેની ચીજવસ્તુઓ તેમ જ સિક્કા અને ગિફ્ટ આઈટમો ખરીદી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશનના સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે કેવાયસી ધોરણો રદ થવાથી ઘરાકી પાછી ફરી હોવાનું જણાવ્યું હતું. દશેરાની નિષ્ફળ ઘરાકી બાદ દિવાળીના તહેવારો વેપારીઓ માટે સુધરી ગયા છે.
તનિષ્કે સોનાના દાગીના ઉપર 25 ટકાનું ડિસ્કાઉન્ટ અૉફર કર્યું છે.
એમસીએક્સ ફ્યુચર્સમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂા. 150 ઘટી રૂા. 29696 જ્યારે ચાંદી પ્રતિ કિલો રૂા. 391 ઘટી રૂા. 39950 બંધ આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer