સિન્થેટિકસ બ્લેન્કેટના ભાવ 12થી 14 ટકા ઊંચા નીકળ્યા, શોડી બ્લેન્કેટ આઉટ

યાર્નની તેજીના પગલે ગ્રે કાપડના ભાવ ઊંચા બોલાયા, પણ ઘરાકીનો ટેકો નથી
મુંબઈ કાપડ બજારમાં હવામાન હજી સુસ્ત છે. કૉટન યાર્નમાં તેજી છે અને ક્રૂડતેલની તેજી પછવાડે સિન્થેટિકસ યાર્ન પણ મજબૂત છે. આથી વીવર્સો ગ્રે કાપડના ઊંચા ભાવ ક્વોટ કરે છે, પણ ઘરાકીમાં કરન્ટ નથી.
દિલ્હીમાં અને નોર્થમાં ભારે પ્રદૂષણના કારણે અકસ્માતો વધતા અને સ્કૂલો બંધ રહેતાં કાપડના વેપારને અસર પડી છે. ચેન્નઈ બાજુ અતિવૃષ્ટિની યાતનામાંથી બહાર આવવાનું હજી બાકી છે. ગુજરાતમાં ચૂંટણી હોવાથી હાલ ત્યાંની ઘરાકી મંદ રહી છે.
જીએસટીની મૂંઝવણ હજી ચાલુ છે. હવે તા. 10 નવેમ્બર શુક્રવારના જીએસટીમાં જાહેર થયેલી છૂટછાટોની શું અસર પડે છે તે જોવાનું છે.
સિન્થેટિકસ બ્લેન્કેટના ઊંચા ભાવ
સિન્થેટિક્સ બ્લેન્કેટના ભાવ આ વર્ષે 12થી 14 ટકા ઊંચા નીકળ્યા છે. માલની સપ્લાય ઓછી છે. ક્રૂડ અૉઈલની તેજીના કારણે સિન્થેટિકસ યાર્ન મોંઘું થયું હોવાથી ઉત્પાદનખર્ચ વધેલ છે. બીજું આ બ્લેન્કેટો અમૃતસર-લુધિયાણા બાજુ બને છે અને ત્યાં પ્રદૂષણના કારણે પ્રોસેસિંગની થોડીક સમસ્યા છે.
કોટડિયા વુલટેકસના મનોજ કોટડિયાએ જણાવ્યું હતું કે હજી ઠંડી પડતી ન હોવાથી લોકલ ઘરાકી નથી. બહારગામની થોડીક ઘરાકી છે. જોકે, આ વર્ષે વરસાદપાણી સારા થયા હોવાથી આગળ ઠંડી વધુ પડવાની શક્યતા છે. આથી બ્લેન્કેટમાં માલખેંચ ઊભી થવાની શક્યતા વધારે છે.
સિન્થેટિકસ અને એક્રિલિક બ્લેન્કેટના ભાવ રૂા. 80થી 500 સુધીના છે.
શોડી બ્લેન્કેટનો જમાનો હવે પૂરો થઈ ગયો છે. માત્ર પરચૂરણ જે માલ બને છે તે નંગ દીઠ 
રૂા. 100થી 600ના ભાવે 
વેચાય છે.
કોટન બ્લેન્કેટ હવે બનતા નથી. છેલ્લે સેન્ચુરી મિલ કોટન બ્લેન્કેટમાં હતી તે પણ છેલ્લાં ઘણાં વર્ષોથી એના ઉત્પાદનમાંથી બહાર નીકળી ગઈ છે.
પ્યોર વુલન બ્લેન્કેટના ભાવ રૂા. 550થી 800 સુધીના છે, પણ તેનું ચલણ ઘટતું દેખાય છે.
મીન્ક બ્લેન્કેટના ભાવ સિંગલ બેડ સાઈઝના રૂા. 300થી 1400 અને ડબલ બેડ સાઈઝના રૂા. 550થી 2550 સુધીના છે.
રેમન્ડના બ્લેન્કેટ અતિશય મોંઘા પડતા હોવાથી તેનું બજારમાં ચલણ ઓછું થઈ ગયું છે.
ગ્રે કાપડ
કોટન યાર્ન બજાર ટાઈટ હોવાથી વીવર્સો ગ્રે કાપડના ભાવ ઊંચા કવોટ કરે છે, પણ સામે ઘરાકીમાં કરન્ટ નથી.
સુતરાઉ કેમ્બ્રિક 60/60 92/88 ટેબલ ચેકિંગ 48''થી 49'' પનાના 9500 ગ્રામ વજનના ગ્રેના ભાવ રૂા. 34.50 અને સેમી 9 કિલોના ગ્રેના રૂા. 31.50 છે. 40/60 72/72 પ્યોર 9 કિલોની કવોલિટીના ગ્રેના ભાવ રૂા. 31.50 અને સેમીના રૂા. 28.50થી 29.50 છે.
40/60 62/62 5800 ગ્રેના ભાવ રૂા. 19.50થી 20 અને 40/60 62/62 6900 ગ્રામ વજનના ગ્રેના ભાવ રૂા. 22.50 છે.
સુતરાઉ મલમલ 80/100 68/64 ગ્રે રૂા. 21.50 છે. 70/90 50/52 ગ્રે રૂા. 19.50થી 20ના ભાવ છે.
શૂ ડક 10/6 ગ્રે રૂા. 37, 60'' ગ્રે રૂા. 59 અને 72'' ગ્રે રૂા. 76 છે. 16/8 84/28 50'' ગ્રે રૂા. 45, 62'' ગ્રે રૂા. 58 અને 72'' ગ્રે રૂા. 64 છે.
20/20 56/60 50'' 200 ગ્રામ ગ્રે રૂા. 35 અને 170 ગ્રામ ગ્રે રૂા. 29 છે. 59'' પનામાં 200 ગ્રામ ગ્રે રૂા. 34, 63'' ગ્રે રૂા. 45 અને 72'' 240 ગ્રામ ગ્રે રૂા. 45 છે.
સુતરાઉ પોપલીન 40/40 92/80 50'' રૂા. 32, 92/88 ગ્રે રૂા. 35, 100-92 ગ્રે રૂા. 42, 124/64 ગ્રે 42 અને 132/72 ગ્રે રૂા. 45 છે.
50 પીસી 80/76 7800 ગ્રામ વજનના ગ્રેના ભાવ રૂા. 18.50 અને 50 પીસી 80/76 8500 ગ્રામ વજનના ગ્રેના રૂા. 19.50 છે.
પીવી 80/76 10,700 ગ્રામ વજનની ગ્રેની કવોલિટીના ભાવ રૂા. 25.50થી 26 છે.
વોટરજેટ લૂમના 80 ડેનિયર # 40 પીસી 62'' પનાના ગ્રેના હોલસેલમાં સોદા રૂા. 33.50ના ભાવે પડયા છે. આ આઈટમ ડાઈંગ અને પ્રિન્ટિંગમાં જાય છે. કોટનની જગ્યાએ આ આઈટમ પરનું પ્રિન્ટ વધુ આકર્ષક લાગે છે. આ ઉપરાંત બ્લેન્ડમાં પોલિયેસ્ટર હોવાથી ફીલ પણ સારી આવે છે.
બાયર-સેલર નીટ
ટેક્સ્ટાઈલ કમિશનર રીજિઓનલ અૉફિસ - નવી મુંબઈ અને મુંબઈ ટેક્સ્ટાઈલ મર્ચન્ટ્સ મહાજનના સંયુક્ત ઉપક્રમે બાયર-સેલર મીટ તા. 26,27 અને 28 નવેમ્બર, 2017ના દાદર સેન્ટ્રલ રેલવે સ્ટેશન સામેના કોહિનૂર મંગલ કાર્યાલયમાં યોજાશે. આનો સમય સવારના 10થી સાંજે 7 વાગ્યા સુધીનો હશે.
ટેક્સ્ટાઈલ કમિશનર કવિતા ગુપ્તા આ ફેરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુંબઈ ટેક્સ્ટાઈલ મર્ચન્ટસ મહાજનના પ્રમુખ ધીરજ કોઠારી ખાસ ઉપસ્થિત રહેશે. ઈવેન્ટના કન્વીનર તરીકે વિનોદ ચોથાણી (સુધા મિલ)ની નિયુક્તિ કરવામાં આવી છે.
આમાં 40 સ્ટોલ હશે. 3 દિવસના 3#3 મીટરના અર્થાત્ 9 સ્કે. મીટરના સ્ટોલનું ભાડું માત્ર રૂા. 3000 છે. ભારત સરકારે આ સબસીડાઈઝડ દર નક્કી કર્યા છે. મુખ્યત્વે કાપડના જ સ્ટોલ હશે. અમુક રેડીમેડ ગાર્મેન્ટના પણ સ્ટોલ હશે.
આ ફેરમાં મુંબઈ, ઈચલકરંજી, સોલાપુર, ભિવંડી, માલેગાંવ, બુરહાનપુર, ઉજ્જૈન તેમ જ અન્ય ભાગોના ઉત્પાદકો અને વેપારીઓ ભાગ લેશે. તેઓ તેમની કાપડની નવી જાત અત્રે પ્રદર્શિત કરશે.
આ બીટુબી ફેર હશે. આમાં બિઝનેસ કાર્ડ પર જ પ્રવેશ અપાશે. જાહેર જનતાને આમાં પ્રવેશ અપાશે નહીં.
મુંબઈના સી વૉર્ડના 14 કાપડ એસોસિયેશનો ઉપરાંત હિંદમાતા, દાદર, ખાર, મલાડના એસોસિયેશનોના સભ્યોને આ ફેરમાં પધારવાના આમંત્રણ પાઠવવામાં આવશે. પાંચેક હજાર ટ્રેડ મુલાકાતીઓ આ બાયર-સેલર મીટની મુલાકાત લેશે એવી ધારણા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer