એનટીપીસી કરજયુક્ત વીજળી કંપનીઓના પ્લાન્ટ નહીં ખરીદે

એનટીપીસી કરજયુક્ત વીજળી કંપનીઓના પ્લાન્ટ નહીં ખરીદે
કોલકાતા  તા. 10 નવે.
દેશની સૌથી મોટી વીજળી કંપની એનટીપીસીએ કરજથી દબાયેલી ખાનગી ક્ષેત્રની વીજળી કંપનીઓના પ્લાન્ટ પાવર કંપનીઓ હસ્તગત કરવાની યોજના અભેરાઇ પર ચઢાવી દીધી છે. તેને બદલે તે ફી લઇને આવા વીજળી પ્લાન્ટ ચલાવવામાં બૅન્કોને સહાયરૂપ થશે.
એનટીપીસી  બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા અને વ્યાપારી ઉત્પાદન મેળવવા બૅન્કોને સહાયરૂપ થવાનો ઇરાદો રાખે છે, એમ એનટીપીસીના ફાઇનાન્સ ડિરેક્ટર કે. બિશ્વાલે સાતમી એશિયન માઇનિંગ કૉંગ્રેસમાં પત્રકારોને જણાવ્યું હતું.
અગાઉ ખાનગી ક્ષેત્ર પાસેથી કરજથી દબાયેલા કંપનીઓના  પ્રોજેક્ટ ખરીદવા એનટીપીસી નજર દોડાવી રહી હતી. જોકે તેણે ખાનગી ક્ષેત્ર પાસેથી એક પણ પ્લાન્ટ હસ્તગત કર્યો ન હતો. પાછળથી તેણે બરાબર કામ ન કરતી સરકાર હસ્તકની વીજળી કંપનીઓ હસ્તગત કરવાનો નિર્ણય કર્યો હતો.
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે દબાણયુક્ત વીજળી પ્લાન્ટનું મૂલ્યાંકન ગેરવાજબી હોઇ શકે તેવી શક્યતા જોઇને એનટીપીસીએ તેમને ખરીદવાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હોય એવો સંભવ છે. એઁનટીપીસીએ અત્યાર સુધીમાં કેન્દ્રીય ક્ષેત્રના અનેક થર્મલ અને હાઇડલ પાવર પ્લાન્ટ્સ તથા સરકાર હસ્તકનાં પાવર સ્ટેશન ખરીદ્યાં છે. તાજેતરમાં તેણે રાજસ્થાન સરકાર પાસેથી છાબરા પાવર પ્લાન્ટ ખરીદ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer