એસ. કુમાર્સની સફળ માર્કેટિંગ મીટ

એસ. કુમાર્સની સફળ માર્કેટિંગ મીટ
મુંબઈ, તા. 10 નવે.
એસ. કુમાર્સની માર્કેટિંગ મીટ 6 નવેમ્બરે મુંબઈમાં યોજાઈ હતી, જેને ઘણો સારો પ્રતિસાદ સાંપડયો હતો. આમાં કંપનીના ડિસ્ટ્રિબ્યુટર દ્વારા આમંત્રિત કરાયેલા રિટેલર્સ અને કન્વટરોએ સારી સંખ્યામાં હાજરી આપી હતી.
એસ. કુમાર્સ છેલ્લા 7 દાયકાથી યુનિફૉર્મ કાપડના ઉત્પાદનમાં અગ્રણી ગણાય છે.  એસ. કુમાર્સે નવી સ્કૂલ અને કૉર્પોરેટ યુનિફોર્મની સાથોસાથ ફેન્સી શર્ટિંગ્સ-શૂટિંગ્સ કાપડનું પ્રદર્શન યોજ્યું હતું.
એસ. કુમાર્સના ડાયરેક્ટર ઉત્કર્ષ કાસ્લીવાલ, વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ) અશોક શાહ અને કંપનીના સીઇઓ સુભાષ કટારિયા વગેરે આ માર્કેટિંગ મીટમાં હાજર રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer