મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા પ્રોત્સાહક પરિણામો સાથે 1:1 બોનસની જાહેરાત

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા પ્રોત્સાહક પરિણામો સાથે 1:1 બોનસની જાહેરાત
મુંબઈ, તા.10 નવે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની નાણાકીય કામગીરી સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકમાં અપેક્ષા કરતાં ઊંચી રહી હતી. સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 25 ટકા વધીને રૂા.1332 કરોડ થયો હતો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા.1067 કરોડનો હતો. બજારના નિરીક્ષકોનો અંદાજ રૂા.1228 કરોડનો હતો.
કંપનીની આવક રૂા.10,065 કરોડથી વાર્ષિક ધોરણે 19.4 ટકા વધી રૂા.12,018 કરોડની થઈ છે. કાચો નફો (ઈબિટા) ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂા.1423.6 કરોડથી 35.1 ટકા વધીને રૂા.1923.4 કરોડનો થયો છે. જ્યારે કાર્યકારી નફાનો ગાળો 14.1 ટકાથી વધીને 16 ટકા થયો છે. અન્ય ખર્ચ અને કાર્યકારી ખર્ચને નિયંત્રણમાં રાખીને કંપનીએ કામગીરી સુધારી છે. 
``ટ્રેકર બિઝનેસનો ફાળો સારો હતો. નફો વધશે એવી અમને આશા હતી. અન્ય ખર્ચ અને કર્મચારી ખર્ચ અંકુશમાં રહેવાથી એ સફળ પણ થઈ છે. આ તરાહ દરેક ઓટો કંપનીનાં નાણાકીય પરિણામોમાં જોવા મળી છે, એમ એલકેપી સિક્યુરિટીઝના અશ્વિન પાટીલે જણાવ્યું હતું. 
અલ્ટામાઉન્ટ કેપિટલ મેનેજમેન્ટના પ્રકાશ દીવાને જણાવ્યું હતું કે, સૂચિત ત્રિમાસિક ગાળામાં જાહેરખબર અને વેચાણ પ્રોત્સાહનનો ખર્ચ નહી કરાયો હોવાથી અન્ય ખર્ચ નિયંત્રણમાં રહ્યા હતા. કંપનીના પ્રોડકટ પોર્ટફોલિયોમાં ઘણાં ડીઝલ વાહનો છે, જે પર્યાવરણની દૃષ્ટિએ અનુકુળ કહેવાય નહીં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer