અૉકટોબરમાં જીએસટીની આવક વધીને રૂા. 951 અબજ થઇ

અૉકટોબરમાં જીએસટીની આવક  વધીને રૂા. 951 અબજ થઇ
કોજેન્સીસ
નવી દિલ્હી, તા.10 નવે.
 આ વર્ષે 31 ઓકટોબર સુધીમાં જીએસટી હેઠળ કામચલાઉ વસૂલી રૂા.951 અબજ રહી હતી જે સપ્ટેમ્બરમાં કરાયેલી રૂા.931 અબજની વસૂલી કરતા 2.1 ટકા વધારે છે. બીજી ઘણી કંપનીઓ રિટર્ન અને ટેક્સ ભરી રહી છે. આથી, આ રકમ વધવાની ધારણા છે. ઓકટોબર માટે સેંટ્રલ જીએસટી હેઠળ વસૂલી રૂા.228.2 અબજ હતી જ્યારે રાજ્ય જીએસટી હેઠળ આ રકમ રૂા.356.3 અબજ હતી.
સરકારે ઓકટોબર માટે સંગઠિત જીએસટી હેઠળ રૂા.286.7 અબજની રકમ વસૂલી હતી જ્યારે ઓકટોબર માટે કોમ્પેન્શેસન સેસમાંથી કામચલાઉ વસૂલી રૂા.80.1 અબજ રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer