દાઉદ ઇબ્રાહિમની દક્ષિણ મુંબઈની 3 મિલકતો રૂા.12 કરોડમાં લિલામ થઈ

પીટીઆઈ                                       મુંબઈ, તા. 14 નવે.
અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની દક્ષિણ મુંબઈની 3 મિલકતોનું રૂા. 11.58 કરોડ માટે મંગળવારે લિલામ કરાયું હતું. સૈફી બુરહાની અપ લિફ્ટમૅન્ટ ટ્રસ્ટ સૌથી મોટા બીડર તરીકે ઊભરી આવ્યું હતું.
આ 3 મિલકતોમાં હોટલ રોનક અફરોઝ (દિલ્હી ઝાયકા), શબનમ ગેસ્ટ હાઉસ અને ડામરવાલા બિલ્ડિંગની 6 રૂમોનો સમાવેશ થાય છે.
રોનક અફરોઝ હોટલ માટે રૂા. 4.53 કરોડની, શબનમ ગેસ્ટ હાઉસ માટે રૂા. 3.52 કરોડની અને ડામરવાલા બિલ્ડિંગ માટે રૂા. 3.53 કરોડની બીડ મળી હતી.
સ્મગલર્સ ઍન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર્સ (ફોરફીચર અૉફ પ્રોપર્ટી) ઍક્ટ હેઠળ નાણાં મંત્રાલય દ્વારા મિલકતોનું આ લિલામ ભારે સુરક્ષા વ્યવસ્થા હેઠળ કરવામાં આવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer