નવેમ્બરમાં સર્વિસિસ પીએમઆઈ ઘટીને 48.5

(પીટીઆઈ)
મુંબઈ, તા. 5 ડિસે.,
ભારતના મહત્ત્વના સર્વિસિસ ઉદ્યોગમાં નવેમ્બરમાં ઘટાડો નોંધાયો છે. જીએસટીના કારણે એકબાજુ ભાવો વધ્યા છે અને બીજી બાજુ સ્થાનિક માગ અને વિદેશી માગમાં ઘટાડો નોંધાતા સર્વિસિસ કોડનો પીએમઆઈ ઘટ્યો છે.
નવેમ્બરનો નિક્કી/ આઈએચએસ માર્કિટ સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) ઘટી 48.5 રહ્યો છે જે અૉગસ્ટથી સૌથી નીચી સપાટીએ છે. અૉક્ટોબરમાં 51.7 હતો. ગત વર્ષની આખરમાં કરાયેલી નોટબંધીની કળ હજી અર્થતંત્ર ઉપર જોવા મળે છે. નવો બિઝનેસ સબ-ઇન્ડેક્સ જે વિદેશી અને સ્થાનિક માગની વિકલ્પ સ્વરૂપે છે તે ગયા મહિને ઘટી 48.3 રહ્યો હતો જે અૉક્ટોબરમાં 51.5 હતો. કમ્પોઝીટ પીએમઆઈ જેમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ પ્રવૃત્તિ જોડે ગણાય છે તે ગત મહિને ઘટી 50.3 રહ્યો હતો અને અૉક્ટોબરમાં 51.3 હતો.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer