નિકાસ હેતુ થયેલી આયાત સેલ્ફ સર્ટિફિકેશન હેઠળ ડયૂટી ફ્રી થશે

ડયૂટી ક્રેડિટ ક્રીપ્સની મર્યાદા વધારીને 24 મહિના કરવામાં આવી
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 5 ડિસે.
કેન્દ્ર સરકારે આ જ વિદેશ વેપાર નીતિ (2015-20)ની મધ્યવર્તી સમીક્ષા જાહેર કરી હતી. જેનું ફોકસ નિકાસ વધારવાની વ્યૂહરચના ઉપર છે.
વેપાર ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સુધારેલી નીતિનું ફોકસ નવાં બજારો અને નવાં ઉત્પાદનનો વિકસાવવા પર તેમ જ પરંપરાગત માર્કેટો/ પ્રોડક્ટ્સમાં ભારતનો હિસ્સો વધારવા પર રહેશે. સમીક્ષા મુજબ નિકાસ હેતુ થયેલી આયાત સેલ્ફ સર્ટિફિકેશન હેઠળ ડયૂટી ફ્રી થશે. સરકારે ડયૂટી ફ્રી ક્રેડિટ ક્રીપ્સની મર્યાદા વધારીને 24 મહિના કરી છે.
નિકાસકારો દ્વારા જીએસટીના લાભો વધારવાનું, નિકાસ કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કરવાનું, અદ્યતન ડેટા-વિશ્લેષણના આધારે તાત્કાલિક સુધારાત્મક પગલાંઓ લેવાનું, સરહદ પર ધંધો કરવાની સરળતા વધારવાનું, ભારતીય કૃષિ આધારિત નિકાસનું રિઅલાઇઝેશન વધારવાનું ફોકસમાં રહેશે, એમ ફોરેન ટ્રેડ પૉલિસી સ્ટેટમૅન 2017માં જણાવાયું છે.
મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ (એમઇઆઈએસ) હેઠળના ઇન્સેન્ટિવ 2 ટકાથી વધારી 4 ટકા કરાયા છે. સર્વિસીસ એક્સપોર્ટસ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ (એસઇઆઇએસ) હેઠળના ઇન્સેન્ટિવ પણ 2 ટકા જેટલા વધારવામાં આવ્યા છે.
સેલ્ફ-સર્ટિફિકેશન પરની નિકાસ માટે જકાતમુક્ત આયાતની છૂટ છે. અને ડયૂટી ક્રેડિટ ક્રીપ્સ માટેની મર્યાદા વધારીને 24 મહિનાની કરાઈ છે. આફ્રિકા-લેટીન અમેરિકામાં નવાં બજારો પર ફોકસ કરાશે. નિકાસવૃદ્ધિમાં જીએસટી સહાયરૂપ બની રહેશે.
કેન્દ્રીય વેપારપ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે છેલ્લા 14 મહિનાઓમાંથી 13 મહિનામાં નિકાસ વધી છે. મિડ-ટર્મ રિવ્યુનો હેતુ પ્રક્રિયા સરળ બનાવી નિકાસ વધારવાનો, ભારે રોજગારલક્ષી ક્ષેત્રોને ટેકો આપવાનો, જીએસટીના લાભો પૂરા પાડવાનો, સર્વિસ નિકાસને વેગ આપવાનો અને અદ્યતન વિશ્લેષણ દ્વારા નિકાસ કામગીરીનું નિરીક્ષણ કરવાનો છે. નિકાસ પ્રોમોશન સ્કીમોનું રેશનલાઇઝેશન ચાલુ રહેશે. નાના બિઝનેસ માટે લેબર ઇન્સેન્ટિવ વધારી 2 ટકા કરાયા છે. ડયૂટી ક્રેડિટ ક્રીપ્સ માટેની વેલિડિટી વધારી 24 મહિના કરાઈ છે. જીએસટી નિકાસવૃદ્ધિને વેગ આપશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer