ઘડિયાળનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન `સમય ભારતી 2018'' 25થી 28 જાન્યુઆરીએ મુંબઈમાં

મુંબઈ, તા. 12 જાન્યુ.
19મો ઈન્ડિયા ઈન્ટરનેશનલ વોચ ઍન્ડ કલોક ફેર `સમય ભારતી 2018' ગુરુવાર તા. 25 જાન્યુઆરીથી રવિવાર, તા. 28 જાન્યુઆરી, 2018 દરમિયાન મુંબઈ-વરલી ખાતેના નેહરુ સેન્ટરમાં યોજાશે. અગ્રણી વોચ અને કલોક મેગેઝિન `ટ્રેડ પોસ્ટ' દ્વારા આયોજિત આ ફેર વોચ ટ્રેડ ફેડરેશન અને અન્ય ટ્રેડ બોડીના સહયોગમાં યોજાશે. આ બીટુબી અને બીટુસી પ્રદર્શન હશે.
`સમય ભારતી 2018'ના મુખ્ય આયોજક હેમંત મિહિર ખરોડએ જણાવ્યું હતું કે ભારત, સ્વિત્ઝર્લેન્ડ, હૉંગકૉંગ, જાપાન, ફ્રાન્સ, ચીન, યુએસએ, કોરિયા, બેલ્જિયમ, મીડલઈસ્ટ, ડેન્માર્ક, ઈટાલી, સ્પેન, સિંગાપોર વગેરે દેશોની 100થી વધુ આગવી બ્રાન્ડો આ ફેરમાં પ્રદર્શિત થશે. 20થી વધુ નવી બ્રાન્ડ પ્રથમવાર આ ફેરમાં લોન્ચ થશે. 50,000થી વધુ સ્ટાઈલ અત્રે જોવા મળશે. આ ફેરમાં વોચ, ટાઈમપીસ, કલોક, તમામ હોરોલોજિકલ કોમ્પોનન્ટસ, વોચ મુવમેન્ટ, પ્રોસેસિંગ સર્વિસ પ્રોવાઈડર, વોચ કેસ, વોચ બ્રેસલેટ, વોચ ડાયલ, લેધર સ્ટ્રેપ્સ, પૅકેજિંગ, કલોક કેબિનેટ, એસેસરીઝ અને લાઈફસ્ટાઈલ પ્રોડકટસ પ્રદર્શિત થશે. અત્રે હેરીટેજ (ગ્રાન્ડ ફાધર્સ) કલોક પણ પ્રદર્શનમાં જોવા મળશે. વોચની કિંમત રૂા. 300થી રૂા. 2.50 લાખ સુધીની અને કલોકની કિંમત રૂા. 200થી રૂા. 1.50 લાખ સુધીની કે તેથી વધુ હશે.
ફેરમાં નવા ટ્રેન્ડમાં બીસ્પોક વોચ, કસ્ટમ મેઈડ કલોક, લિમિટેડ એડિશન કલોક વગેરે હશે. અત્રે વિન્ટેજ કોઈન વોચ હશે, જેમાં જૂના અલભ્ય સિક્કાના ડાયલ હશે. અત્રે સ્માર્ટ વોચ એવા જોવા મળશે, જેમાં સ્માર્ટ ફોનના બધા ફંકશન હશે. આ વર્ષે વોચના લઘુ ક્ષેત્રના એકમો પણ આ ફેરમાં નવા પ્રોડકટસ પ્રસ્તુત કરનાર છે. આમ અત્રે બેઝિકથી ફેશન, સ્પોર્ટ, જ્વેલરી ઉપરાંત વૂડ વોચ પણ જોવા મળશે.
ટ્રેડ પોસ્ટ એન્યુઅલ એવૉર્ડસ 2017 સમારોહ અત્રે યોજાશે જેમાં મૅનેજમેન્ટ, ટેક્નૉલૉજીકલ સિદ્ધિઓ, સેલ્સ-માર્કેટિંગમાં ઉત્કૃષ્ટ કામગીરી, રિટેલમાં એકસેલન્સ માટેના એવૉર્ડસ અપાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer