જાહેર ક્ષેત્રની બૅન્કોમાં નિ:શુલ્ક સેવાઓ બંધ નહીં કરાય

અફવાઓને ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશનનો રદિયો
નવી દિલ્હી, તા. 12 જાન્યુ.
ખોટી માહિતી અને અફવાઓના આધારે સોશિયલ મીડિયાના એક વર્ગમાં એવા અહેવાલો ફેલાવવામાં આવી રહ્યા છે કે, જાહેર ક્ષેત્રની બૅન્કોની તમામ નિ:શુલ્ક સેવાઓને 20મી જાન્યુઆરી 2018 સુધીમાં રદ કરવામાં આવશે. જોકે આ બૅન્કો દ્વારા આ તમામ મફત સેવાઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની કોઈ યોજના નથી અને આવા કોઈ પગલાં ભરવામાં આવી રહ્યાં નથી. જોકે પોતાના કમર્શિયલ અને અૉપરેશનલ ખર્ચને ધ્યાનમાં રાખીને બૅન્કો ચોક્કસ કિસ્સા મુજબ સતત તેની દેખરેખ રાખતી હોય છે અને તેની  પુન: સમીક્ષા કરતી હોય છે, એવી સ્પષ્ટતા ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટીવે  કરી હતી.
આઈબીએ દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવી અફવાઓ પાયાવિહોણી અને સદંતર ખોટી છે. જાહેર જનતાએ સાવધ રહેવું જોઈએ અને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં જોઈએ. આવા સમાચારો કે અહેવાલો અફવાઓ જ છે અને આવી કોઈ સૂચના કે માર્ગદર્શિકા આરબીઆઈએ બહાર પાડી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer