સોલાપુરમાં 27થી 29 જાન્યુઆરી દરમિયાન યુનિફોર્મ ગાર્મેન્ટ્સ-હોમ ટેક્સ્ટાઇલ ફેર યોજાશે

સોલાપુરમાં 27થી 29 જાન્યુઆરી દરમિયાન યુનિફોર્મ ગાર્મેન્ટ્સ-હોમ ટેક્સ્ટાઇલ ફેર યોજાશે
મુંબઈ, તા. 12 જાન્યુ.
દ્વિતીય યુનિફોર્મ ગાર્મેન્ટ અને હોમ ટેક્સટાઇલ્સ મેન્યુફેકચરર્સ ફેર 2018 સોલાપુરમાં 27થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાશે.
મહારાષ્ટ્રના ટેક્સટાઇલ મંત્રી સુભાષ દેશમુખની પ્રેરણાથી આ પ્રદર્શન સોલાપુર રેડીમેડ- કાપડ ઉત્પાદક સંઘ યોજે છે જે રાજ્યના ટેક્સટાઇલ મંત્રાલયના સહયોગમાં યોજાય છે. મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિ. આના પ્રાયોજક છે જ્યારે બૅન્ક અૉફ ઇન્ડિયા સહયોગી છે. દેશભરમાંથી 10,000થી વધુ રિટેલરો આ મેળાની મુલાકાત લેશે એવી ધારણા છે. મહારાષ્ટ્રના ગાર્મેન્ટ, યુનિફોર્મ, અસેસરીઝ, હોમ ટેક્સટાઇલ્સ, મશીનરી ઉત્પાદકો વગેરે આ પ્રદર્શનમાં ભાગ લેશે. 150થી વધુ બ્રાન્ડસ આ પ્રદર્શનમાં પ્રદર્શિત થશે. વિવિધ બ્રાન્ડસ દ્વારા ફેશન શોનું આયોજન પણ કરાયું છે.
મેળાનો આખરી હેતુ 2022 સુધીમાં સોલાપુરમાં ઓછામાં ઓછા 2000 નવા એકમો ઊભા કરવાનો છે કે જેથી ભારતનું યુનિફોર્મ ત્રોત કેન્દ્ર સોલાપુર બની શકે.
સોલાપુર રેડીમેડ કાપડ ઉત્પાદક સંઘ કાપડની સિલાઈ માટે તાલીમ કેન્દ્ર શરૂ કરવાની પણ પહેલ કરી છે, જેમાં જરૂરતમંદ મહિલાઓને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે. જુલાઈ 2017થી આજપર્યંત સુધીમાં કેન્દ્રે 300 ત્રીઓને તાલીમ આપી છે. મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ સોલાપુરમાં યુનિફોર્મ ગાર્મેન્ટ ઉત્પાદન એકમ શરૂ કર્યું છે.
ભારતમાં યુનિફોર્મ ઉત્પાદન ઉદ્યોગનું એકત્રિત કદ રૂા. 18,000 કરોડનું છે. આમાં રૂા. 10,000 કરોડના ઉત્પાદનને ઉદ્યોગ દ્વારા પહોંચી વળાય છે. અંદાજે રૂા. 8000 કરોડનો સીધા સ્વરૂપે સ્થાનિક સ્કૂલોને પુરવઠો અપાય છે જે સ્થાનિક રિટેલરો અને સંસ્થાઓ દ્વારા સ્થાનિક દરજીઓ પાસેથી સીવડાવવામાં આવે છે આને લીધે ભારે અસુવિધા સર્જાય છે.
સોલાપુર આ ઉદ્યોગ માટે બધી જરૂરી સુવિધાઓ ધરાવે છે. તે રેલવે અને રસ્તાના નેટવર્ક થકી દેશના બાકીના ભાગો સાથે જોડાયેલું છે, તેની નજદીકના ઍરપોર્ટસ મુંબઈ, પૂના, હૈદરાબાદ છે. આમ પરિવહન સુવિધા, શ્રમ અને કાચા માલની આસાન ઉપલબ્ધતાના કારણે ગાર્મેન્ટ ઉદ્યોગ સ્થાપવા તે આદર્શ સ્થળ મનાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer