યુબીએસ : ખાનગી બૅન્કો, અૉઈલ-ગૅસના શૅરમાં તેજી

યુબીએસ : ખાનગી બૅન્કો, અૉઈલ-ગૅસના શૅરમાં તેજી
સ્વિસ બ્રોકરેજ યુબીએસના અંદાજ મુજબ વર્ષ 2018માં નિફ્ટી વર્ષનો લાંબો સમય સુધી વધવાતરફી રહે તેમ છતાં તેનો 10,500ના ઈન્ડેક્સ ટાર્ગેટમાં 10 ટકાનો ઘટાડો થશે.
``િનફ્ટી શૅરોની આવક વૃદ્ધિ નાણાકીય વર્ષ-18ના 9 ટકાથી વધીને નાણા વર્ષ-19માં 13 ટકા સુધી થશે'', એમ આ બ્રોકરેજે તેના રિપોર્ટમાં જણાવ્યું છે. જોકે નાણાકીય વર્ષ -19માં આ વૃદ્ધિમાં 10 ટકાનો ઘટાડો થશે, એમ પણ જણાવવામાં આવ્યું છે. 
તદનુસાર બ્રોકરેજના મતે વર્ષ 2018માં નિફ્ટીમાંથી આવક થશે નહીં અને ડિસેમ્બરમાં ઈન્ડેક્સ લક્ષ્ય 10,500 પોઈન્ટ્સનો રખાયો છે. યુબીએસએ કહ્યું કે, અર્થતંત્રમાં સુધારાના પગલે જીડીપી અંદાજિત 6.6 ટકાથી વધીને નાણા વર્ષ-19માં 7.4 ટકા થઈ શકે છે. બજારમાં સતત સ્થિરતાથી આવકમાં પણ વૃદ્ધિ કરશે.
 આ વર્ષે ભારતીય શૅરબજાર વિદેશી રોકાણકાર માટે આકર્ષક રહેશે. ખાનગી બૅન્કો, પ્રોપર્ટી, ઓઈલ અને ગૅસ, ટેલિકોમ, આઈટી સર્વિસીસ અને ઓટો પાર્ટ્સના શૅર તેજીમાં રહેશે જ્યારે સિમેન્ટ અને ઔદ્યોગિક/ ઈન્ફ્રાસ્ટ્રકચરના શૅર મંદ રહેશે. યુબીએસનો બજાર પ્રત્યેનો મત અન્ય વૈશ્વિક અને સ્થાનિક બ્રોકરેજની સરખામણીએ વિપરીત છે. ડૉઈશ બૅન્કના અંદાજ મુજબ ડિસેમ્બર સુધીમાં ઈન્ડેક્સ 11,500નું સ્તર અને કોટક સિક્યુરિટીઝના મતે નિફ્ટી 11,600 પોઈન્ટ્સ રહેશે, જે પાછળનું કારણ મજબૂત અર્થતંત્ર અને આવકમાં રિકવરી હશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer