રોડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેસ જેવા કેન્દ્રીય વેરામાંથી રાજ્યો તેમના હિસ્સાના રૂા. 120 અબજ ગુમાવશે


 
એજન્સીસ
નવી દિલ્હી, તા. 13 ફેબ્રુ.
પેટ્રોલ અને ડીઝલ પર લિટર દીઠ રૂા. 8નો રોડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેસ લેવાય છે, જે અગાઉ લિટર દીઠ રૂા. 6 રોડ સેસ (વધારાની એક્સાઈઝ ડયૂટી)ની જગ્યાએ આવ્યો છે. બન્ને ફયુઅલ પર બેઝિક એક્સાઈઝ ડયૂટી ઘટાડવામાં આવી છે, પણ બજેટ બાદ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડયૂટી યથાવત રહી છે. બેઝિક એક્સાઈઝ ડયૂટીમાંથી રૂા. 2 જે રોડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેસમાં લઈ જવાયા છે તેથી રાજ્યોને જે ટૅક્સ રેવન્યુ ટ્રાન્સફર કરાય છે તેમાં રૂા. 120 અબજની ઘટ પડશે એવો મત નિરીક્ષકોએ વ્યક્ત કર્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer