ક્રિપ્ટો કરન્સી વિશે રિપોર્ટ એપ્રિલ સુધીમાં રજૂ થશે

 
નવી દિલ્હી, તા. 13 ફેબ્રુ.
બિટકોઇન સહિતની ક્રિપ્ટો કરન્સીને નિયંત્રણમાં લેવા માટેના નિયમ માટેનો અહેવાલ આગામી એપ્રિલ અંત સુધી આવશે. કેન્દ્રના આર્થિક બાબતના સચિવ સુભાષ ગર્ગની અધ્યક્ષતાની પેનલ આ માટેના ઉપાય સૂચવશે. અધિકારીએ જણાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીના અત્યારે 11 એક્સ્ચેંજને ઓળખી કઢાયા છે. બિટકોઇનને કોઈ પ્રકારનો સત્તાવાર ટેકો નથી. જેથી તેનો પોન્ઝી યોજના તરીકે દુરુપયોગ સંભવ છે. અગાઉ અંદાજપત્રના વક્તવ્યમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ નિર્દેશ કર્યો હતો કે અમે ચુકવણી માટે દરેક પ્રકારની ક્રિપ્ટો કરન્સીના ઉપયોગને રોકવા કટિબદ્ધ છે. આ માળખાને છિન્નભિન્ન કરવાની પ્રક્રિયા ઓળખી કઢાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer